- INS વાલસુરા ખાતે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પીઢ સૈનિકો સાથે હાઇ-ટી કાર્યક્રમ યોજાયો
- 32 જેટલા નિવૃત સૈનિકો હાઇ-ટી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા
- કોવિડ-19ના પ્રોટોકોલના ચુસ્ત પાલન સાથે આ વાર્તાલાપનું યોજાયો
જામનગરઃ ભારતીય નૌસેનાની અગ્રણી ઇલેક્ટ્રિકલ તાલીમ સંસ્થા દ્વારા INS વાલસુરા ખાતે 26 જાન્યુઆરી 2021ના રોજ દેશના 72માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પીઢ સેવા નિવૃત્ત સૈનિક સમુદાય માટે હાઇ-ટી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
યુનિટ કમાન્ડિંગ ઓફિસરે કર્યો વાર્તાલાપ
કુલ 32 પીઢ સૈનિકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને યુનિટના કમાન્ડિંગ ઓફિસર તેમજ અન્ય સ્ટાફ સાથે વાર્તાલાપ કર્યો હતો. પીઢ સૈનિકો સાથે સંપર્ક કરવા માટે અને મુશ્કેલીના સમયમાં તેમની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે કોવિડ-19ના પ્રોટોકોલના ચુસ્ત પાલન સાથે આ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.