ETV Bharat / city

Government Polytechnic Jamnagar: જામનગર પોલીટેકનિકે મેળવી લીધું NBA એક્રેડિટેશન, કયા કોર્સમાં અપાયું જાણો

NBA તરફથી જામનગરની સરકારી પોલીટેકનિક (Government Polytechnic Jamnagar)ને 2 કોર્સ માટે એક્રેડિટેશન આપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક ગુણવત્તા માટે આ એક્રેડિટેશન અપાયું છે. સંસ્થાની કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ વિદ્યાશાખાને આગામી 3 વર્ષ માટે એક્રેડિટેશન આપવામાં આવ્યું છે.

જામનગર પોલીટેકનિકે મેળવી લીધું NBA એક્રેડિટેશન, કયા કોર્સમાં અપાયું જાણો

author img

By

Published : Apr 22, 2022, 7:15 PM IST

જામનગર: 1983માં સ્થપાયેલી જામનગરની સરકારી પોલીટેકનિક (Government Polytechnic Jamnagar)ને તારીખ 12 એપ્રિલ 2022ના રોજ એક્રેડિટેશન (accreditation to jamnagar government polytechnic) પ્રાપ્ત થયું છે. આ કારણે સંસ્થાના ફેકલ્ટીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. જામનગરની સરકારી પોલીટેકનિકની કોમ્પ્યુટર એન્જિનિયરિંગ (Computer engineering jamnagar) અને મિકેનિકલ એન્જિનિયરિંગ વિદ્યાશાખાને આગામી 3 વર્ષ માટે એક્રેડિટેશન આપાયું છે.

આગામી 3 વર્ષ માટે એક્રેડિટેશન આપાયું છે.

ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું- ટેકનિકલ શિક્ષણના ઉત્તરોઉત્તર ગુણવત્તા સુધારા માટે સતત પ્રતિબદ્ધ તથા આઉટકમ બેઇઝ અને સ્કિલ બેઇઝ એજ્યુકેશન (skill based education in jamnagar)ના અનુસરણ બાબતે નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન, ન્યૂ દિલ્હી દ્વારા તારીખ 4-5-6 માર્ચ, 2022ના સમયગાળા દરમિયાન ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. બાદમાં સંસ્થાની કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ વિદ્યાશાખાને આગામી 3 વર્ષ માટે એક્રેડિટેશન આપવામાં આવ્યું છે.

ઇન્સ્પેક્શન કરીને એક્રેડિટેશન આપવામાં આવે છે- આંતરરાષ્ટ્રીય કક્ષાના શિક્ષણ માટે વોશિંગ્ટન એકોર્ડ (washington accord india)માં ભારત દેશ એક સભ્ય દેશ તરીકે જોડાયેલો છે. જે અનુસંધાને વોશિંગ્ટન એકોર્ડ મુજબ નેશનલ બોર્ડ ઓફ એક્રેડિટેશન, ન્યુ દિલ્હી (national board of accreditation new delhi) દ્વારા ભારતમાં ટેકનિકલ સંસ્થાઓના શૈક્ષણિક સ્તર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગુણવત્તા, આઉટકમ બેઇઝ એજ્યુકેશન અને પ્લેસમેન્ટ વગેરે બાબતોનું ઇન્સ્પેક્શન કરીને એક્રેડિટેશન આપવામાં આવે છે. એક્રેડિટેશન પ્રાપ્ત થયેલા કોર્ષના વિદ્યાર્થીઓને અન્ય દેશોમાં ઉચ્ચ અભ્યાસ અને નોકરી મેળવવામાં સરળતા થશે.

વિદ્યાર્થીઓને અન્ય દેશોમાં ઉચ્ચ અભ્યાસ અને નોકરી મેળવવામાં સરળતા થશે.

આ પણ વાંચો: જામનગરમાં ABVPના કાર્યકરોએ પોલીટેકનિક કોલેજ બંધ કરાવી

જામનગર જિલ્લાની એકમાત્ર સરકારી પોલિટેકનિક કોલેજ- રાજ્યના ટેકનિકલ શિક્ષણ વિભાગ (Department of Technical Education Gujarat) હેઠળ કાર્યરત એવી જામનગર જિલ્લાની એકમાત્ર સરકારી પોલીટેકનિક કોલેજ વિધાર્થીઓને ઉત્કૃષ્ટ ટેકનિકલ જ્ઞાન તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે. સંસ્થાની કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ અને EC એન્જિનિયરિંગ પૈકીની કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ વિદ્યાશાખાએ ગત શૈક્ષણિક વર્ષ 2021-22 NBA એક્રેડિટેશન માટે અરજી કરી હતી.

કામગીરીના આધાર-પુરાવા વગેરે ચકાસવામાં આવ્યા હતા- માર્ચ 4થી 6, 2022 દરમિયાન NBA, દિલ્હી દ્વારા નિમાયેલા તજજ્ઞોએ સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈને સંસ્થાના આચાર્ય એ. કે. ઝાલા, મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના ખાતાના વડા એચ. વી. માંડલિયા, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના ખાતાના વડા કે. એમ. શાહ, સંસ્થાના NBA કોર્ડિનર આર. બી. ડાભી તેમજ સંસ્થાના વિવિધ સ્ટાફને ઝીણવટથી આ સંદર્ભે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમજ ચર્ચા કરીને અહીની કામગીરીના આધાર-પુરાવા વગેરે ચકાસવામાં આવ્યા હતા.

સંસ્થાની કાર્યપદ્ધતિ વિશે મુક્તપણે ચર્ચા- સંસ્થાની લાઈબ્રેરી, વિવિધ લેબોરેટરીઓ અને તેમાં રહેલા સાધનો, સંસ્થાનું બજેટ, GTUનું વિદ્યાર્થીઓનું રિઝલ્ટ (GTU Student Result), વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ, વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ્સ, સંસ્થાનું ટીચિંગ-લર્નિંગ પદ્ધતિઓ (Teaching-learning methods) તેમજ શૈક્ષણિક સ્તર, ફેકલ્ટી દ્વારા લેવાયેલી તાલીમ અને તેમના દ્વારા થયેલી સંશોધન, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી અનેક પ્રવૃતિઓ, સ્પોર્ટ્સ ફેસેલિટી તપાસવામાં આવ્યા હતા. આ ઉપરાંત સંસ્થાના હાલના વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ, કંપનીઓ તેમજ તમામ સ્ટોક હોલ્ડર્સ સાથે સંસ્થાના સ્ટાફની ગેરહાજરીમાં સંસ્થાની કાર્યપદ્ધતિ વિશે મુક્તપણે ચર્ચા કરી હતી.

સંસ્થાની કાર્યપદ્ધતિ વિશે મુક્તપણે ચર્ચા કરી.

આ પણ વાંચો: એન્જીનિયરિંગ વિદ્યાર્થીએ રોકેટ ટેકનોલોજીમાં ઉપયોગી એન્જિન બનાવી ઇતિહાસ રચ્યો

નિશ્ચિત માપદંડો મુજબ તજજ્ઞો દ્વારા ચકાસણી- આ સમગ્ર પ્રક્રિયા અને ચકાસણીમાં આવેલા NBAના નિશ્ચિત માપદંડો મુજબ તજજ્ઞો દ્વારા કાર્ય કરવામાં આવ્યું હતું. આ તમામ માપદંડોની ચકાસણીને આધારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ વિદ્યાશાખાને આગામી 3 વર્ષ માટે એક્રેડિટેશન પ્રાપ્ત થઈ છે. સંસ્થા ખાતે થેયલી NBAની આ મીટિંગમાં વડી કચેરી, DTE ગાંધીનગર તરફથી પણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન પૂરું પડ્યું હતું.

સંસ્થાના આચાર્યએ શું કહ્યું- આ કામગીરીમાં સંસ્થાના આચાર્ય દ્વારા જણાવ્યા મુજબ કમિશ્નર, ટેકનિકલ એજ્યુકેશન, ગાંધીનગર, વડી કચેરીના પ્રતિનિધિઓ, સંસ્થાના વિવિધ ખાતાના વડા, અધ્યાપકો, NBA કોર્ડીનેટર, વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ખુબ જ ધગશ સાથે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે જહેમત ઉઠાવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.