ETV Bharat / city

જામજોધપુરમાં રહેણાંક મકાનમાં જુગારધામ ઝડપાયું, રૂપિયા 85 હજારનો મુદ્દામાલ જપ્ત

author img

By

Published : Oct 4, 2020, 1:43 PM IST

જામનગરના જામજોધપુર શહેરમાં રહેણાંક મકાનમાં ચાલતા ક્રિકેટ મૅચના સટ્ટા પર જામનગર LCB દ્વારા દરોડા પાડી રૂપિયા. 47,500 તથા લેપટોપ, મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 85,000 ના મુદ્દામાલ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી. તેમજ કપાત લેનારા બુકી તેમજ અન્ય 14 શખ્સોને ફરાર જાહેર કરવામાં આવ્યા છે.

જામજોધપુરમાં રહેણાંક મકાનમાં જુગારધામ ઝડપાયું, રૂ. 85 હજારનો મુદ્દામાલ જપ્ત

જામનગર: જિલ્લાના પોલીસવડા દીપન ભદ્રનની સૂચના તથા નવનિયુક્ત LCB PI કે. જી. ચૌધરીના માર્ગદર્શન મુજબ સ્ટાફના PSI આર.બી.ગોજીયા તથા PSI બી.એમ. દેવમુરારી સ્ટાફ સાથે જામનગર જિલ્લામાં ચાલતા સટ્ટાજુગારીઓને પકડવા માટે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

આ દરમિયાન LCBના વનરાજભાઇ મકવાણાને જુગારધામ અંગેની બાતમી મળતા જામજોધપુર શહેરના બહુચરાજી માતાના મંદિર પાસે રહેતા ધવલભાઇ ઉર્ફે ભોદો રાજેશભાઇ કડીવાર પટેલના મકાનમાં ચાલતા ક્રિકેટ મેચના સટ્ટા પર દરોડા પાડી રૂપિયા. 47,500 તથા લેપટોપ, મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા. 85,000ના મુદ્દામાલ સાથે તેમની અટકાયત કરવામાં આવી હતી. જામનગર LCBએ જુગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે. જ્યારે ક્રિકેટ મૅચમાં સોદા કરનારા ગ્રાહકો તથા કપાત લેનારા બુકીને ફરાર જાહેર કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.