- જામનગરમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ
- સતત વધી રહેલા મૃત્યુઆકને કારણે ત્રીજું શમશાન કાર્યરત
- શહેર નજીક નાઘેડીમાં સ્મશાન ગૃહ શરૂ
જામનગરઃ શહેરની કોવિડ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 100થી વધુ દર્દીઓના મોત નિપજ્યા છે. જો કે, કોરોના સંક્રમિત મૃતદેહ લોકો પોતાના વતને લઈ જતા નથી અને શહેરમાં જ અંતિમ સંસ્કાર કરવાનો આગ્રહ રાખે છે. જેના કારણે બન્ને સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે વેઇટિંગમાં રહેવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. સ્મશાન ગૃહમા એક મૃતદેહના અંતિમ સંસ્કાર કરતા અડધી કલાકથી વધારો સમય લાગે છે. ત્યારે સ્મશાનમાં વધતી મૃતદેહોની સંખ્યાને ધ્યાને રાખી નાધડીમાં નવું સ્મશાન ગૃહ શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ કચ્છનું એક એવું સ્મશાન, જ્યાં મહિલાઓ કોરોનાગ્રસ્ત દર્દીઓની અંતિમવિધીમાં મદદ કરે છે
- નાઘેડીમાં સેવાભાવી સંસ્થાએ શરૂ કર્યું સ્મશાન
નાઘેડીમાં શરૂ કરાયેલા નવા સ્મશાન ગુહમાં હાલ 6 ખાટલાની વ્યવસ્થા રાખવામાં આવી છે અને એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વિના કોરોના સંક્રમિત મૃતદેહોનો અગ્નિદાહ કરવામાં આવે છે.
- બહારના દર્દીઓ પણ સારવાર માટે જામનગર આવી રહ્યા છે
આ ઉપરાંત મોરબી તેમજ રાજકોટ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ક્રિટિકલ હાલતમાં રહેલા કોરોનાના દર્દીઓ જામનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે અને અહીં હોસ્પિટલમાં સતત કોરોનાના દર્દીઓના મોત થઇ રહ્યા છે. જામનગરની કોવિડ હોસ્પિટલ બહાર ૭૦થી ૮૦ જેટલી એમ્બ્યુલન્સની લાંબી લાઈનો જોવા મળી રહી છે
આ પણ વાંચોઃ મહેસાણામાં એક જ દિવસમાં 20 કોરોનાગ્રસ્ત દર્દીઓના અંતિમ સંસ્કાર થયા
- અંતિમ સંસ્કાર માટે વેઇટિંગ
Etv Bharat સાથે વાત કરતા ટ્રસ્ટી વસ્તાભાઇ કેશવાલાએ જણાવ્યું કે, કોરોનાથી અનેક લોકોના મોત થઇ રહ્યા છે. જો કે, સ્મશાનમાં પણ મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે વેઇટિંગમાં રહેવું પડે છે અને મૃતદેહો રઝળતા જોવા મળે છે. ત્યારે કબીર આશ્રમ સંચાલિત અને સમર્પણ હોસ્પિટલના ટ્રસ્ટી કેશવાલાએ આ બાબતોને ધ્યાને રાખી નાઘેડીમાં સ્મશાન ગૃહ શરૂ કર્યું છે.
- નાઘેડી સ્મશાનમાં રાતોરાત સુવિધા ઉભી કરાઇ
જામનગરમાં આવેલા આદર્શ સ્મશાન ગૃહ અને શહેરના જ એક વિસ્તાર એવા ગાંધીનગર સ્મશાનગૃહમાં સતત કોવિડ અને નોન કોવિડની બોડીઓ આવતી હોય છે. જેના કારણે અહીં મૃતદેહોને વેઇટિંગમાં રાખવામાં આવે છે. જો કે, નાઘેડીના સ્મશાનમાં તમામ સુવિધાઓ રાતોરાત ઊભી કરવામાં આવી છે. નાઘેડી સ્મશાનગૃહમાં રોજ ૨૦થી ૨૪ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. હાલ શહેરમાંથી પણ લોકો હવે નાઘેડી સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવા લોકો આવી રહ્યા છે.