- સત્યલોક પ્રસ્થાન ધામમાં આજથી લોકો પોતાના સ્વજનોના મૃતદેહના અંતિમ સંસ્કાર કરી શકશે
- કોરોના કાળમાં જામનગરમાં ત્રીજા સ્મશાનગૃહની હતી જરૂરિયાત
- ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવ્યું સ્મશાન
જામનગરઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા ત્રીજું સ્મશાન લાલપુર બાયપાસ પાસે આવેલી જગ્યા ખાતે આજથી આઠ મહિના પહેલાં બજેટમાં મંજૂર કરવામા આવ્યું હતું. છતાં પણ ત્રીજું સ્મશાન મનપા દ્વારા બનાવવામાં ન આવતાં નગરસેવક દ્વારા વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરી ત્રીજું સ્મશાન બનાવવાની માગણી કરવામાં આવી હતી. જ્યારે મનપાની મળેલી છેલ્લી સામાન્ય સભામા ડેપ્યૂટી કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં ત્રીજા સ્મશાન બનાવવાની વહીવટી કાર્યવાહી હાલ ચાલુ છે.
• જામનગર મહાનગરપાલિકા સંચાલિત સ્મશાનગૃહ નથી
જામનગરના નાઘેડી ખાતે કાર્યરત ત્રીજા સ્મશાનગૃહમાં હાલ અંતિમ ક્રિયા માટે એક અગ્નિદાહ ખાટલો કાર્યરત છે. જ્યારે બીજા બે અગ્નિદાહ ખાટલા ટૂંક સમયમાં કાર્યરત થશે અને વિનામૂલ્યે સેવાની ભાવનાથી આવનાર દરેક મૃતદેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવશે તેમ કબીર આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી વસ્તાભાઈ કેશવાલાએ જણાવ્યું હતું.
જામનગર: સત્યલોક પ્રસ્થાન ધામમાં હવેથી અંતિમ સંસ્કાર કરી શકાશે - Satyalok Prashthan dham
કબીર આશ્રમ જામનગર દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવેલા 'સત્યલોક પ્રસ્થાન ધામ'માં આજે મંગળવારથી લોકો પોતાના સ્વજનોના મૃતદેહના અંતિમ સંસ્કાર કરી શકશે. જામનગરમાં ગાંધીનગર ખાતે અને સોનાપુરી ખાતે બે સ્મશાનની સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે હવે કોરોના કાળમાં ત્રીજું સ્મશાન બનતાં લોકોને અંતિમ સંસ્કાર માટે કલાકોની રાહ નહીં જોવી પડે.
જામનગર: સત્યલોક પ્રસ્થાન ધામમાં આજથી અંતિમ સંસ્કાર કરી શકાશે