જામનગર: હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઈન્ડિયા (જામનગર યુનિટ) તથા શ્રી પ નવતનપુરી ધામ ખીજડા મંદિરના સંયુક્ત ઉપક્રમે સામાજિક ફરજરુપે તથા લોકહિતાર્થે 'નિઃશુલ્ક કોરોના વાયરસ પ્રતિરોધક હોમિયોપેથિક દવા વિતરણ'નું આયોજન કર્યું હતું. જ્યાં સુધી આ મહામારી નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી ખીજડા મંદિરમાં ચાલતા રાહત દવાખાનામાં આવેલ હોમિયોપેથી વિભાગમાં દરરોજ સવારે 10 થી 12 અને બપોરે 3 થી 5 દરમિયાન આ કોરોના પ્રતિરોધક હોમિપેથિક દવાનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવશે.
આ સેવાકીય મહાયજ્ઞ શ્રી પ નવતનપુરી ધામ, મહારાજશ્રી, પ.પૂ. શ્રી કૃષ્ણમણિ મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શનથી થવા જઈ રહ્યો છે. આ સમગ્ર પ્રતિરોધક હોમિયોપેથિક દવાઓ તથા તેમના ડોઝ એ આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રમાણિત તથા માર્ગદર્શિકા અનુસાર છે. આ દવાઓનું વિતરણએ હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઈન્ડિયા (જામનગર યુનિટ)ના ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવશે.