- જામનગરમાં 10 કરોડનું ફુલેકું ફેરવ્યું હોવાની ઘટના સામે આવી
- મુદ્દત પૂર્ણ થયા પછી પણ રકમ ન આપતા ફરિયાદ નોંધાઇ
- ઓમ ટ્રેડિંગ નામની કંપની સ્થાપી લોકો પાસે રોકાણ કરાવી છેતરપિંડી કરાઇ
જામનગરઃ શહેરમાં ઓમ ટ્રેડિંગ નામની કંપની ખોલી લોકો પાસે રોકાણી કરાવી અને રૂપિયા 10 કરોડનું ફુલેકું ફેરવ્યું હોવાની ઘટના સામે આવી છે. જેની મુદ્દત પૂર્ણ થયા પછી પણ રકમ ન આપતા ફરિયાદ નોંધાઇ હતી.
બે મહિલા સહિત 54 લોકો છેતરપિડીનો ભોગ બન્યા
જામનગર શહેરમાં 54 લોકોના 10 કરોડની રકમ મુદ્દત પૂર્ણ થયા બાદ પણ પરત ન આપતા બે મહિલા સહિત 7 ઈસમો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાત તથા કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
7 ઈસમો સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો
જામનગરમાં ડિફેન્સ કોલોનીમાં રહેતા નિવૃત્ત આર્મીમેન રવિ પ્રતાપસિંહ સહિત કુલ 54 લોકોએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં શહેરના હોમ ક્રેડિટ કંપનીમાં કામ કરતા આરોપી હિરેન મહેન્દ્ર, મહેન્દ્ર ધબ્બા ,હસમુખ હિતુભા પરમાર સહિતના લોકો ઓમ ટ્રેડિંગ નામની કંપની સ્થાપી લોકો પાસે રોકાણ કરાવી છેતરપિંડી કરાઇ હતી.
જામનગરમાં 10 કરોડનું ફુલેકું ફેરવ્યું
ફરિયાદી રણવીર પ્રતાપસિંહને રૂપિયા 33 લાખ અને અન્ય 53 કસ્ટમરના કુલ મળીને 10 કરોડ રૂપિયા આરોપીઓએ મેળવી ગુનાહિત કાવતરું રચી જુદા જુદા આરોપીઓના બેંક એકાઉન્ટમાં જમા કરાવી દીધા હતા. જે રકમ પરત અંગત ફાયદા માટે ઉપાડીને ફરિયાદી લોકોને મદદ પૂરી થયા પછી પણ રૂપિયા પરત આપ્યા ન હતા જેથી તેમની સામે 10 કરોડની માતબર રકમની છેતરપિંડીની ફરિયાદ નોંધાય હતી અને આગળની તપાસ PI ભોંય સાહેબ દ્વારા ચલાવવામાં આવી રહી છે.