ETV Bharat / city

જામનગરમાં પૂર્વ પ્રધાન ધમેન્દ્રસિંહ જાડેજાના ભાઈ પર હુમલો થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા - રાજભાને સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડાયા

જામનગર ઉત્તરના ધારાસભ્ય ધમેન્દ્રસિંહ જાડેજાના ભાઈ રાજભા જાડેજા ઉપર આજે વાડીનાર નજીક એક શખ્સે કોઇ કારણોસર હુમલો(Former minister Dhamendrasinh Jadeja's brother was attacked) કર્યો હતો. આ હુમલામાં રાજભા સહિત અન્ય બે વ્યકિતઓ ઘવાયા હતા અને રાજભાને સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં(Rajbha was shifted to Jamnagar Hospital for treatment) આવ્યાં હતાં. હુમલાના ઘટનાની જાણ થતા હોસ્પિટલ ઉપર આગેવાનો અને પદાધિકારીઓ દોડી આવ્યા હતાં અને પોલીસે આ ઘટનાની તપાસ આરંભી હુમલાખોર વિરુધ્ધ ગુન્હો નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરમાં પૂર્વ પ્રધાન ધમેન્દ્રસિંહ જાડેજાના ભાઈ પર હુમલો થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા

author img

By

Published : Dec 6, 2021, 5:52 PM IST

  • જૂની અદાવત રાખી રાજભા જાડેજા પર કરાયો હુમલો
  • પૂર્વ પ્રધાન ધમેન્દ્રસિંહ જાડેજાના ભાઈ પર થયો હુમલો
  • રતુભા ગ્રુપના ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી

જામનગર: જામનગરના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યપ્રધાન હકુભા જાડેજાના ભાઈ રાજભા જાડેજા પર આજે બપોરે હિચકારો હુમલો થયાની ઘટના(Former minister Dhamendrasinh Jadeja's brother was attacked) સામે આવી છે. રતુભા અને રાજભા વચ્ચે અગાઉની કોઈ અદાવતના કારણે આ હુમલો થયો છે તેવું માનવામાં આવી રહ્યું છે. હુમલામાં રાજભાને માથાના ભાગે ઇજાઓ પહોંચતાં સારવાર માટે જામનગરની રૂપારેલીયા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

જામનગરમાં પૂર્વ પ્રધાન ધમેન્દ્રસિંહ જાડેજાના ભાઈ પર હુમલો થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા

જૂની અદાવતનાં કારણે થયો હુમલો

જામનગરની ગુરુદ્વારા પાસે આવેલી રુપારેલીયા ન્યુરોસર્જન હોસ્પિટલમાં રાજભાને સારવાર આપવામાં આવી રહી છે. આ માથાકૂટ દરમિયાન સામે પક્ષે તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનાતા સિંગચના રતુભા ગ્રુપના પણ ત્રણથી ચાર લોકોને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે અને આ તમામને રાજકોટ સારવાર માટે ખસેડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સમગ્ર માથાકૂટ કોઈ રાજકીય કે ધંધાને લઈને થયું હોય તેવું ચર્ચાઈ રહ્યું છે પરંતુ અત્યાર સુધી કોઈ યોગ્ય સચોટ કારણ સામે આવ્યું નથી. આ અંગે પોલીસ ફરિયાદ થશે તે પછી જ સત્તાવાર વિગતો સામે આવી શકે છે.

આ પણ વાંચો : જામનગરના લાલપુરમાં લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ પોલીસ સ્ટેશન લોકાર્પણના વાંકે ખાઈ રહ્યું છે ધૂળ

આ પણ વાંચો : જામનગર જિલ્લાનાં ગામડાઓમાં એક જ દિવસમાં 17,102 લોકોને અપાઇ વેક્સિન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.