- જામનગરમાં માનતા પૂર્ણ કરવા ગયેલા પાંચ યુવકો ડેમમાં ન્હાવા પડ્યાં
- ધ્રોલના માજોઠ ગામ પાસે ડેમમાં ન્હાવા પડ્યાં હતા
- ડેમમાં ડૂબી જવાથી બેનાં મોત
આ પણ વાંચો : અમદાવાદની આયશાની જેમ વંથલીના યુવકે પણ વિડિયો બનાવી કરી આત્મહત્યા
જામનગર: શહેરમાં રહેતો મુસ્લિમ પરિવાર આજે રવિવારે ધ્રોલ તાલુકાના માજોઠ ગામના ડેમમાં પાસે આવેલી દરગાહે માનતા પુરી કરવા માટે ગયા હતા. તે દરમિયાન પાંચ યુવાનો ડેમમાં ન્હાવા પડ્યાં હતા. જેમાંથી બે યુવકો ડેમમાં ડૂબી જતાં પરિવારના સભ્યોને જાણ કરતા જોડિયા અને ધ્રોલની 108 એમ્બ્યુલન્સની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ડૂબી ગયેલા બન્ને યુવાનોને બહાર કાઢીને જોડિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : રાણપુરની ભાદર નદીમાં 17 વર્ષીય યુવતીનું તણાઈ જતા મોત
પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું
હોસ્પિટલમાં બન્ને યુવકોના મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ દુર્ઘટનામાં જામનગરમાં રહેતા આસિફ સીદીક જુણેજા (ઉ.વર્ષ 18) અને આસિફ ઇબ્રાહિમ જુણેજા (ઉ.વર્ષ.19) નામના બે યુવાનોના મોત નિપજવાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.