- જામનગરમાં કુલ 16 વોર્ડમાં 64 ઉમેદવાર
- વોર્ડ નંબર 12નું પાંચ વર્ષનું પંચનામું
- વૉર્ડ નંબર 12 કોંગ્રેસનો ગઢ
જામનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન ડાઉન શરૂ થયું છે. વિવિધ પક્ષોએ પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે આ ચૂંટણીમાં જામનગરમાં કુલ 16 વોર્ડમાં 64 ઉમેદવારનું ભાવિ નક્કી થશે. જામનગરના વોર્ડ નંબર 12ની વાત કરવામાં આવે તો અહીં અનેક સમસ્યાં છે, જોકે, કોર્પોરેટર પેનલની કામગીરી ઉમદા રહી છે.
છેલ્લી ઘણી ટર્મથી આ વિસ્તારમાં કોંગ્રેસ કોર્પોરેટર ચૂંટાઈ આવે છે
વૉર્ડ નંબર 12માં મોટા ભાગની વસ્તી લઘુમતીઓની છે. વૉર્ડ 12 કોંગ્રેસનો ગઢ ગણાય છે, કારણ કે છેલ્લી ઘણી ટર્મથી આ વિસ્તારમાં કોંગ્રેસ કોર્પોરેટર ચૂંટાઈ આવે છે. વૉર્ડ નંબર 12માં ચારેય કોર્પોરેટરની ગ્રાન્ટનો રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની કામગીરીમાં ઉપયોગ થયો છે. જોકે, જામનગર મહાનગરપાલિકા દ્વારા વૉર્ડ નંબર 12માં સમયસર સફાઈ કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે અહીં ગંદકીનું પ્રમાણ ખૂબ જોવા મળે છે. અનેક વખત કોર્પોરેટરો દ્વારા આ વિસ્તારની વિવિધ સમસ્યાઓને લઈ મનપા કચેરી સમક્ષ ધરણાનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. જોકે, સ્થાનિક કોર્પોરેટર આક્ષેપ લગાવી રહ્યા છે કે, મનપામાં ભાજપનું શાસન હોવાથી કોંગ્રેસી વિસ્તારમાં અનેક કામો અટકાવવામાં આવે છે,
વોર્ડ નંબર 12ના કોર્પોરેટર
- અસલમ ખીલજી
- અલ્તાફ ખફી
- જેનબ ખફી
- રિઝવાનાબહેન
વિસ્તારમાં વિકાસ કામગીરી અટકાવતા હોવાના પણ આક્ષેપ
વૉર્ડ નંબર 12માંથી મનપામાં વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફીએ જનરલ બોર્ડમાં પણ અનેક વખત ભાજપના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમન આ વિસ્તારમાં વિકાસ કામગીરી અટકાવતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા. જોકે, સ્થાનિક કોર્પોરેટરની સતત જાગૃતતાને કારણે આ વિસ્તારમાં રોડ રસ્તા અને પીવાનું પાણી લોકોને સમયસર મળી રહે છે.