- માછીમારોની બોટને થઈ શકે છે નુકસાન
- દ્વારકા જિલ્લાના માછીમારોને 11થી 14 જૂલાઈ દરમિયાન દરિયા ન ખેડવાની સૂચના
- દરિયામાં ભારે પવન ફૂકાઈ તેવી શક્યતા
જામનગર: દરિયા કિનારાની નજીક વિસ્તારમાં પોતાની સાધન સામગ્રી સુરક્ષિત સ્થળે ખસેડી લેવા પણ અપાઈ સૂચના (Alert Signal) આપવામાં આવી છે. દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાના પગલે માછીમારોને સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: જામનગરમાં નવા બંદરે એક નંબરનું સિગ્નલ, દરિયાખેડૂને દરિયો ન ખેડવા અપાઈ સૂચના
દરિયામાં પણ ભારે પવન ફુંકાય તેવી શક્યતા
સૌરાષ્ટ્ર પર ભારેથી અતિભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી (Weather Forecast) કરી છે. જે અનુસંધાને દરિયામાં પણ ભારે પવન ફુંકાય તેવી શક્યતા છે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. દરિયામાં ભારેપવન ફૂંકાવા (Heavy winds) ના કારણે માછીમારોની બોટને નુકસાન થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો: દરિયામાં લાપતા લોકોને શોધવા કોસ્ટગાર્ડનું દરિયામાં એર ફાયર, ઉમરગામ પોલીસ દોડતી થઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકિનારે ભારે પવન ફુંકાય તેવી શક્યતા
જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 10 જૂલાઈથી જ વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે અને વાદળછાયું વાતાવરણ (Weather of Dwarka) બની ગયું છે. જામનગર જિલ્લા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અમુક તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. આમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકિનારે ભારે પવન ફુંકાય તેવી શક્યતા છે. જે અનુસંધાને માછીમારોએ દરિયો ખેડવો જોઇએ અને જે માછીમારો દરિયામાં માછીમારી કરી રહ્યા છે તેમણે બોટ એસોસિએશન (Boat Association) દ્વારા બોલાવી લેવા માટેના સંદેશા પણ આપવામાં આવ્યા છે.