જામનગરમાં મનપા ફાયર ઓફિસ ખાતે ફાયર ડેની ઉજવણી, જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ - jamanagar fire day celebration
દર વર્ષે 14 એપ્રિલના દિવસે ફાયર ડેની ઉજવણી કરવામાં આવે છે. 1944માં બોમ્બે ડોકયાર્ડ જહાજમાં આગ લાગતા ફાયર વિભાગના 66 જેટલા જવાનો શહીદ થયા હતા. ત્યારથી 14 એપ્રિલના દિવસે ફાયર ડેની ઉજવણી કરવામાં આવે છે.

- મૌન પાડી જવાનોને આપાઇ શ્રદ્ધાંજલિ
- મનપા કમિશનર રહ્યા કાર્યક્રમમાં ઉપસ્થિત
- કોરોના ગાઇડલાઇનનું પાલન કરી કરાઇ ઉજવણી
જામનગરઃ મનપા કચેરીમાં આવેલી ફાયર ઓફિસ ખાતે ફાયર ડેની ઉજવણીનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. જેમાં મહાનગરપાલિકાના કમિશનર સતીશ પટેલ અને ફાયર ચીફ ઓફિસર પાડીયન ઉપસ્થિતિ રહ્યા હતા. આ ફાયર ડેની ઉજવણીના કાર્યક્રમમાં બે મિનિટનું મૌન પાડી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ભુજમાં ફાયરબ્રિગેડના 66 જવાનોને શ્રદ્ધાંજલિ અપાઈ
14 એપ્રિલના રોજ ફાયર ડેની ઉજવણી કરવામાં આવે છે
જામનગરમાં ફાયર વિભાગ દ્વારા દર વર્ષે 14 એપ્રિલના રોજ ફાયર ડેની ઉજવણી કરવામાં આવે છે. તેમ આ વર્ષે પણ ફાયર ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ વર્ષે કોરોના મહામારીના કારણે લોકોની વધુ ભીડ એકઠી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. તમામ લોકો માસ્ક પહેરીને કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.