જામનગરઃ કોરોના મહામારીના કારણે શહેરના પ્રખ્યાત દગડુ શેઠ સાર્વજનિક ગણપતિને આ વર્ષે ઘરમાં જ બિરાજમાન કરવામાં આવ્યા છે. આજે મંગળવારના રોજ ગણપતિ મહોત્સવાના દસ દિવસ પૂર્ણ થયા બાદ દગડુ શેઠ ગણપતિની મૂર્તિનું ઘરમાં જ વિસર્જન કરવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પાંચ વખત દગડુ શેઠ સાર્વજનિક ગણપતિનું નામ પણ નોંધાઈ ચૂક્યું છે. અહીં વર્ષોથી માટીની મૂર્તિ બનાવી દગડુ શેઠની સ્થાપના કરવામાં આવે છે.
જામનગરના પ્રખ્યાત દગડુ શેઠ ગણપતિનું ઘરમાં જ વિસર્જન કરાયું - દગડુ શેઠ
ગણપતિ મહોત્સવનો આજે મંગળવારે છેલ્લો દિવસ છે. જામનગરમાં 30 હજાર જેટલા ગણપતિની ઘરમાં સ્થાપના કરવામાં આવી છે. આજે છેલ્લો દિવસ હોવાના કારણે લોકોએ પોતાના ઘરમાં જ ગણપતિજીનું વિસર્જન કર્યું હતું.
જામનગરના પ્રખ્યાત દગડુ શેઠ ગણપતિનું ઘરમાં જ વિસર્જન કરાયું