ETV Bharat / city

જામનગરમાં કારખાનાના માલિકે પોતાના શોખ પુરા કરવા કરી લાખોની ચોરી

જામનગરમાં કારખાનાનો માલિક પોતાના મોજ શોખ પુરા કરવા માટે અને વધુ આવક મેળવવા માટે ચોરીના રવાડે ચડ્યો(Factory owner to theft millions) હતો અને પોલીસે તેને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. પૂછપરછ દરમિયાન વધુ ખુલાસાઓ સામે આવવાની શક્યતાઓ રહેલી છે.

જામનગરમાં કારખાનાના માલિકે પોતાના શોખ પુરા કરવા કરી લાખોની ચોરી
જામનગરમાં કારખાનાના માલિકે પોતાના શોખ પુરા કરવા કરી લાખોની ચોરી
author img

By

Published : Feb 3, 2022, 12:43 PM IST

જામનગર : શહેરમાં કારખાનાનો માલિક પોતાના શોખ પૂરા કરવા માટે ચોરીના રવાડે ચડયો હતો. પોલીસને જસ્મીન વિરાણી નામના શખ્સ પાસેથી રૂપિયા 30 લાખ રોકડા અને દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો(Factory owner to theft millions) છે અને તેની ધરપકડ કરી છે. પકડાયેલ શખ્સ લગ્ન પ્રસંગમાં જઇને અવારનવાર ચોરીને અંજામ આપતો હતો. જામનગર શહેરમા અવાર નવાર ચોરીના બનાવો બનતા તેને ડામવા માટે ક્રાઇમ બ્રાન્ચે તજવીજ હાથ ધરી હતી. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને શખ્સને રંગે હાથે પકડી પાડ્યો હતો.

લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો

આ પણ વાંચો : Diamond Theft in Surat : રત્નકલાકારે 1.80 લાખના 10 હીરા 25 હજારમાં વેચી દીધા

ફરીયાદી નિલેશ લવજીભાઇ દોમડીયાએ પોલીસ ફરીયાદમાં નોંધાવ્યું હતું કે, તેમના રહેણાક મકાન માંથી છેલ્લા છ મહિના દરમિયાન અજાણ્યા ઇસમે રોકડ રૂપિયા 30 લાખ અને સોનાના દાગીના કિમત રૂપિયા 2,30,000 તથા એક મોબાઇલ ફોન સહિત કુલ રકમ 32,75,000ની ચોરી થઇ છે. LCB દ્વારા અલગ અલગ દિશામા તપાસ ચાલુ હતી, તે દરમિયાન ખાનગી બાતમીના આધારે જસ્મીન મનસુખભાઇ વિરાણીની ઓળખ મેળવીને જામનગર શહેરમા ખોડીયાર કોલોની, મહેર સમાજની વાડી સામે સુપર સ્પ્લેન્ડર મોટર સાઇકલ નંબર- જીજે-10 સી.પી. 4568 સાથે ઉભો હતો ત્યારે મજકુરને પકડી પાડી પુછપરછ કરતા મજકુર ફરીયાદીના મકાનની ચાવીનો એક સેટ મેળવી લઇ છેલ્લા છ માસના સમય ગાળા દરમિયાન ચાવીથી લોક ખોલીને ચોરીને અંજામ આપતો હતો.

આ પણ વાંચો : Mineral Theft Case in Porbandar : પોરબંદરના રાતડી ગામે બે કરોડથી વધુની ખનીજ ચોરી, 10 વિરુદ્ધ ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.