- જામનગરમાં 1000 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ
- CM રૂપાણીએ રિલાયન્સ હોસ્પિટલનું ઈ-ઉદ્ઘાટન કર્યું
- સાંસદ પૂનમબેન માડમ સાથે ખાસ વાતચીત
- સાંસદ પૂનમ માડમે રિલાયન્સની કામગીરી બિરદાવી
જામનગરઃ શહેરમાં રિલાયન્સ ગ્રુપ દ્વારા કોરોના કાળમાં કોવિડ હોસ્પિટલ આજે મંગળવારથી શરૂ કરવામાં આવી છે. હંમેશા કુદરતી આપત્તિ હોય કે કોઈ દેશ પર સંકટ હોય ત્યારે રિલાયન્સ આગળ આવે છે અને લોકોની મદદ માટે દોડી આવે છે. આ દરમિયાન સાસંદ પૂનમબેન માડમ સાથે ETV Bharatના સંવાદદાતાએ EXCLUSIVE વાત કરી હતી. વાંચો અમારો આ અહેવાલ..
વિપત્તિ સમયે રિલાયન્સ કરે છે હાલાર વાસીઓની મદદ
આજે મંગળવારે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરથી રિલાયન્સ હોસ્પિટલનું ઈ-ઉદ્ઘાટન કર્યું છે. સાંસદ પૂનમ માડમ ETV Bharatના સંવાદદાતા સાથે ખાસ વાતચીત કરી છે અને જણાવ્યું છે કે દેશ પર જ્યારે જ્યારે આપત્તિ આવે છે ત્યારે રિલાયન્સ હંમેશા આગળ આવે છે.
આ પણ વાંચોઃ જામનગરમાં મુખ્યપ્રધાન રૂપાણીએ રિલાયન્સ કોવિડ હોસ્પિટલનું ઈ-ઉદ્ઘાટન કર્યું
400 બેડની કોવિડ હોસ્પિટલની શરૂઆત
હાલ દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે અને અનેક લોકો ઓક્સિજનની અછતના કારણે મોતને ભેટી રહ્યા છે ત્યારે રિલાયન્સ દ્વારા સમગ્ર દેશમાં ઓક્સિજન પણ પહોંચાડવામાં આવી રહ્યો છે. હાલાર વાસીઓને કોઈપણ પ્રકારનું મુશ્કેલી ન પડે તે માટે જામનગર શહેરમાં 1,000 બેડની હોસ્પિટલ પણ રિલાયન્સ દ્વારા શરૂ કરવામાં આવી છે. હાલ 400 બેડની સુવિધા છે અને બાકીના 600 બેડની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ જામનગરથી ઓક્સિજન એક્સપ્રેસ મારફતે 103.64 ટન ઓક્સિજન દિલ્હી મોકલાયો
રિલાયન્સ સમગ્ર દેશમાં ઓક્સિજન પહોંચાડે છે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સમગ્ર દેશમાં ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે. રિલાયન્સમાં રાતોરાત ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો છે. આ ઓક્સિજન મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી સહિતનાં રાજ્યોમાં પહોંચાડવામાં આવી રહ્યો છે.
કોવિડ હોસ્પિટલમાં અત્યાધુનિક સાધનો વસાવ્યા
રિલાયન્સની કોવિડ હોસ્પિટલમાં અત્યાધુનિક સાધનો વસાવ્યા છે તેમજ અનુભવી સ્ટાફ રાખવામાં આવ્યો છે. ઓક્સિજન તેમજ દવાઓ કોરોનાના દર્દીઓને તાત્કાલિક મળી રહે તે માટેની તમામ સુવિધા કરવામાં આવી છે.
ડેન્ટલ કોલેજમાં 400 બેડની હોસ્પિટલ શરૂ કરાઇ
જામનગર ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ગંભીર કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે ત્યારે સમગ્ર પંથકના કોરોનાના દર્દીઓ જામનગરમાં સારવાર અર્થે આવી રહ્યા છે. જેના કારણે જામનગરની ખાનગી અને સરકારી હોસ્પિટલ હાઉસફૂલ બની છે ત્યારે પરિસ્થિતિ વધુ વિકટ બનતા રિલાયન્સ આગળ આવ્યું છે. મુખ્યપ્રધાન રૂપાણીના કહેવાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીએ તાત્કાલિક જામનગરમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરી છે. જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ સહિતના કોરોનાના દર્દીઓ જામનગરમાં સારવાર અર્થે આવી રહ્યા છે. જેના કારણે જામનગરની તમામ હોસ્પિટલો હાઉસફુલ બની છે.