- હેલ્લારો ફિલ્મની અભિનેત્રી ડેનિશા ઘુમરાએ ETV ભારત સાથે કરી ખાસ વાતચીત
- મૂળ જામનગરની અભિનેત્રી ડેનિશા છે નેશનલ એવોર્ડ વિજેતા
- ડેનિશા હાલ એક ગુજરાતી વેબ સિરીઝમાં કરી રહી છે કામ
જામનગરઃ હેલ્લારો ફિલ્મમાં અભિનયથી લાઇમલાઇટમાં આવેલી અભિનેત્રી ડેનિશા ઘુમરાએ પોતાના અપકમિંગ સોન્ગને લઈ ETV ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. મૂળ જામનગરની ડેનિશા નેશનલ એવોર્ડ વિજતા છે અને હેલ્લારો ફિલ્મમાં તેમણે સુંદર અભિનય કર્યો હતો.
ભવિષ્યમાં હિન્દી ફિલ્મમાં પણ કામ કરવાની તેમની ઈચ્છા
ડેનિશા હાલ એક ગુજરાતી વેબ સિરીઝમાં પણ કામ કરી રહી છે અને ભવિષ્યમાં હિન્દી ફિલ્મમાં પણ કામ કરવાની તેમની ઈચ્છા છે. ગુજરાતી ફિલ્મ વિશે વાત કરતા ડેનિશાએ જણાવ્યું કે, હવે આધુનિક ટેકનોલોજીનો ગુજરાતી ફિલ્મમાં પણ ઉપયોગ થવા લાગ્યો છે અને યંગ જનરેશનને ધ્યાનમાં રાખી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. જેથી તેને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ગુજરાતી થિયેટર સુધી દર્શકો પહોંચે તેવા કરવામાં આવી રહ્યા છે પ્રયાસ
ગુજરાતી ફિલ્મ વિશે વાત કરતા ડેનિશાએ જણાવ્યું કે, હવે ફિલ્મ લાઈનમાં સારા લેખકો આવી રહ્યા છે અને સુંદર ગીત પણ લખી રહ્યા છે. જેના કારણે ગુજરાતી થિયેટર સુધી દર્શકો પહોંચે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જામનગર માટે ગૌરવની વાત છે કે, ડેનિશાએ ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરી નેશનલ એવોર્ડ જીત્યો છે.