ETV Bharat / city

જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 1,227 બેડ સજ્જ - અત્યાધુનિક સાધનો

રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે તમામ જિલ્લાના વહિવટી તંત્ર માટે કોરોના ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે, જામનગરમાં રવિવારે કોરોનાના નવા 97 કેસ નોંધાયા હતા. જામનગર શહેરમાં આવેલી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ અત્યાધુનિક સાધનોથી સજ્જ રાખવામાં આવી છે. અહીં 1,227 જેટલા બેડ તેમજ ઓક્સિજનની પણ પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે.

જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 1,227 બેડ સજ્જ

author img

By

Published : Apr 5, 2021, 3:11 PM IST

  • જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કરાઈ વ્યવસ્થા
  • હોસ્પિટલમાં 1,227 બેડ અને ઓક્સિજનની પૂરતી વ્યવસ્થા
  • ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે

આ પણ વાંચોઃ સાબરકાંઠામાં કોરોના સંક્રમણ ઘટતા 70 ટકા બેડ ખાલી

જામનગરઃ જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કુલ 2 કોવિડ હોસ્પિટલ કાર્યરત્ છે. સમગ્ર પંથકના કોરોનાના દર્દીઓને જામનગરની કઈ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ હોસ્પિટલમાં અત્યારે 1,227 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

સિવિલમાં કેટલા બેડની ક્ષમતા?

જામનગરની ગુરુ ગોવિદસિંહ સરકારી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. અહીં સમગ્ર હાલાર પથકના દર્દીઓ સારવાર માટે આવે છે. સિવિલ હોસ્પિટલમાં પણ જુદા જુદા વિભાગોમાં બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

હોસ્પિટલમાં અત્યારે 400 દર્દીઓ સારવાર હેઠળ

આ પણ વાંચોઃ ભાવનગરમાં સર ટી હોસ્પિટલમાં 50 ટકા બેડ ખાલી

જામનગરની આ હોસ્પિટલમાં હાલ 400 જેટલા કોરોનાના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાંથી 100 જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે તો અન્ય 300 જેટલા દર્દીઓની હાલત સામાન્ય છે.

જામનગરમાં રવિવારે કોરોનાના 97 નવા કેસ નોંધાયા

જામનગરમાં રવિવારે કોરોનાના નવા 97 કેસ નોંધાયા છે. શહેરમાં 54 અને ગ્રામ્યમાં 43 પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે, છેલ્લા 5 દિવસથી જામનગરમાં રોજ 60થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. જોકે, જિલ્લા વહીવટી તંત્ર પણ હોસ્પિટલ તંત્ર સાથે સતત બેઠકો કરવામાં આવી રહી છે. કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર એસ. એસ. ચેટરજીએ કહ્યું કે, છેલ્લા થોડા દિવસથી વધતા કોરોનાના કેસ માટે કોવિડ હોસ્પિટલમાં તમામ સુવિધા છે. ખાસ કરીને કોવિડ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સમયસર જમવાનું આપવામાં આવે છે. દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે કઠોળ,સૂકા મેવા અને આયુર્વેદિક ઉકાળા પણ આપવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.