ETV Bharat / city

ઈસુદાનની AAPમાં એન્ટ્રીથી શું હાલારમાં રાજકીય સમીકરણો બદલાશે ? - Aam admi party jamnagar

પત્રકાર ઈસુદાન ગઢવીની આમ આદમી પાર્ટી ( Aam admi party Gujarat ) માં એન્ટ્રીથી હાલારમાં નવા સમીકરણો ઉભા થયા હોય તેવું લાગી રહ્યું છે. ઇસુદાન ગઢવી હાલારના હોવાથી આ પંથકના ખેડૂતો અને યુવાનોમાં લોકચાહના સતત વધતી જોવા મળી રહી છે. જામનગર શહેરમાં અનેક જગ્યાઓએ ઈસુદાન ગઢવી અને કેજરીવાલના પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પણ લોકોને જોડવા પ્રયાસો કરવામાં આવી છે.

Aam admi party jamnagar
ઈસુદાનની AAPમાં એન્ટ્રીથી હાલારમાં રાજકીય સમીકરણો બદલાશે
author img

By

Published : Jun 24, 2021, 7:24 PM IST

  • હાલાર પથકમાં ખેડૂતો અને યુવાનોમાં ઈસુદાનની લોકપ્રિયતા
  • જામનગરમાં ઈસુદાન ગઢવી અને કેજરીવાલના પોસ્ટર લગાવાયા
  • આમ આદમી પાર્ટીમાં જોડાવવા આપવામાં આવ્યા ફોન નંબર

જામનગર: ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ત્રીજા વિકલ્પ તરીકે સક્રિયતા વધારી છે. સુરતમાં વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા તરીકે સ્થાપિત થતી આમ આદમી પાર્ટી( Aam admi party Gujarat ) અન્ય શહેરોમાં પણ શાનદાર દેખાવ કરી રહી છે. સાથે સાથે આમ આદમી પાર્ટીમાં નવા ચહેરાઓ પણ આવી રહ્યા છે, જેના કારણે પાર્ટીનું વિસ્તરણ વધ્યું છે. ઉલ્લેખનીય છે કે, પત્રકાર ઈસુદાન ગઢવીની આપમાં એન્ટ્રીથી હાલાર પંથકમાં નવા સમીકરણો ઉભા થયા છે. છેલ્લા ઘણા સમયથી ઈસુદાન ગઢવી ટીવી ચેનલનો લોકપ્રિય ચહેરો બની ચૂક્યા છે, ત્યારે હવે તે આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ખેડૂતો અને યુવાનોમાં ઇસુદાન ગઢવી પ્રત્યે લોકચાહના સતત વધતી જોવા મળી રહી છે.

ઈસુદાનની AAPમાં એન્ટ્રીથી હાલારમાં રાજકીય સમીકરણો બદલાશે

આ પણ વાંચો: છ મહિનાની અંદર લોકો કહેશે કે, ભાજપ કે કોંગ્રેસ નહીં પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી જ જોઇએ - ઇસુદાન ગઢવી

ઈસુદાનના આવ્યા બાદ 50,000 કાર્યકરો આપમાં જોડાયા

ઉલ્લેખનીય છે કે, હાજરીમાં થોડા સમય પહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ બાદ ઇસુદાન ગઢવી હાલ સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરી રહ્યા છે અને કાર્યકર્તાઓ વધુમાં વધુ આમ આદમી પાર્ટીમાં જોડાઈ તે માટે અપીલ પણ કરી રહ્યા છે. જામનગર શહેરમાં જુદી જુદી જગ્યાએ ઈસુદાન ગઢવી અને કેજરીવાલના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર્સમાં એક નંબર લખવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આ નંબરમાં મિસકોલ મારી કોઈપણ વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે.

ઇસુદાન ગઢવીની આપમાં એન્ટ્રીથી હાલારમાં રાજકીય સમીકરણો પણ બદલાશે

હાલાર પંથકમાં અત્યાર સુધીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળતી હતી. જોકે, હવે ઈસુદાન ગઢવીની એન્ટ્રીથી હાલાર પંથકના રાજકીય સમીકરણો બદલાય તેવી શક્યતા છે. પાર્ટીમાં વધુને વધુ લોકોને જોડાવવા અપીલ પણ કરવામાં આવી રહી છે.

વિધાનસભા ચૂંટણી 2022માં આપ તમામ બેઠક પર લડશે ચૂંટણી

સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ તરીકે આપના કોર્પોરેટર્સ અને કાર્યકર્તાઓ ઉમદા કામગીરી કરી રહ્યા છે, ત્યારે અન્ય જિલ્લાઓમાં પણ આપએ પોતાનું વિસ્તરણ કર્યું છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલીયા અને ઈસુદાન ગઢવી પર આગામી વિધાનસભા ચૂંટણી 2022ની જવાબદારી સોંપી છે.

આ પણ વાંચો: આમ આદમી પાર્ટીએ કોવિડ પેશન્ટ માટે 'ડોક્ટર ઓન કોલ'ની સેવા શરૂ કરી

ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા ક્યાંથી લડશે ચૂંટણી ?

રાજ્યમાં આમ આદમી પાર્ટીની સક્રિયતા દિવસે દિવસે વધી રહી છે અને તેના કાર્યકર્તાઓની સંખ્યા પણ વધી રહી છે. આમ આદમી પાર્ટીના મુખ્ય 2 ચહેરા ગોપાલ ઇટાલીયા અને ઇસુદાન ગઢવી આગામી વિધાનસભાની ચૂંટણી ક્યાંથી લડશે તે હજુ નક્કી થયું નથી. પાર્ટીના બન્ને યુવા નેતાઓ લોકપ્રિયતા ધરાવે છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ ૧૮૨ બેઠકો પરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.