- જામનગર સમર્પણ હોસ્પિટલમાં કોવિડ વેક્સિનેશન માટેની ડ્રાય રન યોજાઇ
- કલેકટર, કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીએ સ્થળો પર ડ્રાય રનનું નિરીક્ષણ કર્યું
- અધિકારી વિપિન ગર્ગ દ્વારા સ્થળ પર જઈને ડ્રાય રનનું સંપૂર્ણ અવલોકન કરાયુંજામનગર સમર્પણ હોસ્પિટલમાં કોવિડ વેક્સિનેશન માટેની ડ્રાય રન યોજાઇ
જામનગર : આગામી દિવસોમાં કોવિડ વેક્સિનેશનની કામગીરી સુચારુ રીતે થાય તે માટે જામનગરમાં ડ્રાય રન યોજાઇ હતી. જામનગર જિલ્લામાં કોવિડ વેકસિનેશન માટે સર્વે, સ્ટોરેજ, કોલ્ડ ચેઇનની વ્યવસ્થાઓ સાથે સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. ત્યારે આગામી દિવસોમાં વેક્સિનેશનની સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જે સુવ્યવસ્થિત રીતે પાર પડે તે માટે આજે વેક્સીનેશનની ડ્રાય રન જિલ્લામાં લાખાબાવળ, ફલ્લા, જાંબુડા, સિક્કા અને વિજરખી તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ, જી.જી. હોસ્પિટલ, કૃષ્ણનગર લાલ સ્કુલ શાળા નંબર 60, ખોજાગેટ સ્કૂલ શાળા નંબર 26 અને નીલકંઠનગર યુ.એચ.સી ખાતે યોજાઇ હતી.
વહીવટીતંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું
કલેક્ટર રવિશંકર, કમિશનર સતીષ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ દ્વારા સ્થળ પર જઈને ડ્રાય રનનું સંપૂર્ણ અવલોકન કરવામાં આવ્યું હતું. આ ડ્રાય રન દરમિયાન સ્ટાફની પ્રતિબદ્ધતા, વેકસીનેશનની સંપુર્ણ કામગીરી, તત્કાળ નિર્ણયશક્તિ દરેક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ આગામી દિવસોમાં યોજાનાર વેકસીનેશન દરમિયાન લોકોને મૂંઝવતા પ્રશ્ન વિશે પણ સ્થળ પરનાં ડોક્ટર, અન્ય કર્મીઓ દ્વારા પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવ્યા હતા.
જામનગર સમર્પણ હોસ્પિટલમાં કોવિડ વેક્સિનેશન માટેની ડ્રાય રન યોજાઇ - coronanews
જામનગર જિલ્લામાં કોવિડ વેકસિનેશન માટે સર્વે, સ્ટોરેજ, કોલ્ડ ચેઇનની વ્યવસ્થાઓ સાથે સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. ત્યારે આગામી દિવસોમાં વેક્સિનેશનની સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે સુવ્યવસ્થિત રીતે પાર પડે તે માટે આજે વેક્સીનેશનની ડ્રાય રન જામનગર જિલ્લામાં યોજાઈ હતી.
![જામનગર સમર્પણ હોસ્પિટલમાં કોવિડ વેક્સિનેશન માટેની ડ્રાય રન યોજાઇ જામનગર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10135315-thumbnail-3x2-qwehs.jpg?imwidth=3840)
જામનગર
- જામનગર સમર્પણ હોસ્પિટલમાં કોવિડ વેક્સિનેશન માટેની ડ્રાય રન યોજાઇ
- કલેકટર, કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીએ સ્થળો પર ડ્રાય રનનું નિરીક્ષણ કર્યું
- અધિકારી વિપિન ગર્ગ દ્વારા સ્થળ પર જઈને ડ્રાય રનનું સંપૂર્ણ અવલોકન કરાયુંજામનગર સમર્પણ હોસ્પિટલમાં કોવિડ વેક્સિનેશન માટેની ડ્રાય રન યોજાઇ
જામનગર : આગામી દિવસોમાં કોવિડ વેક્સિનેશનની કામગીરી સુચારુ રીતે થાય તે માટે જામનગરમાં ડ્રાય રન યોજાઇ હતી. જામનગર જિલ્લામાં કોવિડ વેકસિનેશન માટે સર્વે, સ્ટોરેજ, કોલ્ડ ચેઇનની વ્યવસ્થાઓ સાથે સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. ત્યારે આગામી દિવસોમાં વેક્સિનેશનની સંપૂર્ણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જે સુવ્યવસ્થિત રીતે પાર પડે તે માટે આજે વેક્સીનેશનની ડ્રાય રન જિલ્લામાં લાખાબાવળ, ફલ્લા, જાંબુડા, સિક્કા અને વિજરખી તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ, જી.જી. હોસ્પિટલ, કૃષ્ણનગર લાલ સ્કુલ શાળા નંબર 60, ખોજાગેટ સ્કૂલ શાળા નંબર 26 અને નીલકંઠનગર યુ.એચ.સી ખાતે યોજાઇ હતી.
વહીવટીતંત્ર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું
કલેક્ટર રવિશંકર, કમિશનર સતીષ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ દ્વારા સ્થળ પર જઈને ડ્રાય રનનું સંપૂર્ણ અવલોકન કરવામાં આવ્યું હતું. આ ડ્રાય રન દરમિયાન સ્ટાફની પ્રતિબદ્ધતા, વેકસીનેશનની સંપુર્ણ કામગીરી, તત્કાળ નિર્ણયશક્તિ દરેક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ આગામી દિવસોમાં યોજાનાર વેકસીનેશન દરમિયાન લોકોને મૂંઝવતા પ્રશ્ન વિશે પણ સ્થળ પરનાં ડોક્ટર, અન્ય કર્મીઓ દ્વારા પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવ્યા હતા.
Last Updated : Jan 6, 2021, 10:09 AM IST