- વેપારીઓ દ્વારા સસ્તા અનાજનો જથ્થો સમયસર ના આપતા કરાઇ ફરિયાદ
- મજૂરો પણ કમિશનની માંગ કરી કામથી અડગા રહે છે
- સસ્તા અનાજની દુકાનદારો અન્ન નાગરિક સિટી પુરવઠા ખાતે ઉમટ્યા
જામનગર: તહેવાર સમયે જ પુરવઠા વિભાગના માલની સપ્લાય ઠપ્પ થતાં જામનગર વાસીઓ સસ્તા અનાજના પુરવઠાથી વંચિત રહે તેવી શક્યતા છે. એક બાજુ સાતમનો તહેવાર આવી રહ્યો છે, તો બીજી બાજુ જામનગર અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા લોકોને સસ્તા અનાજનો જથ્થો સમયસર આપવામાં નહીં આવે તેવી ફરિયાદ સસ્તા અનાજની દુકાન ચલાવતા વેપારીઓ કરી રહ્યા છે.
આ પણ વાંચો- પોરબંદર જિલ્લામાં વિનામૂલ્યે રાશન વિતરણ શરૂ કરાયું
બે મહિનાથી સસ્તા અનાજના માલનું વિતરણ સમયસર થયું નથી
ઉલ્લનીય છે કે, છેલ્લા બે મહિનાથી સસ્તા અનાજના માલનું વિતરણ સમયસર થયું નથી. કોન્ટ્રાક્ટરો દ્વારા ટેક્નિકલ ખામી બતાવી જથ્થો ગોડાઉન સુધી પહોંચતો નથી.
મજૂરો પણ કમિશનની માંગ કરી કામથી અડગા રહે છે. મોટી સંખ્યામાં સસ્તા અનાજની દુકાનદારો અન્ન નાગરિક સિટી પુરવઠા ખાતે ઉમટ્યા હતા.
આ પણ વાંચો- નિઃશુલ્ક રાશન ન લેનારા લાભાર્થીઓના રાશનકાર્ડ કરાયા બંધ
કોન્ટ્રાકટરોની આંટીધૂટીના કારણે લોકો પરેશાન
જો કે, પુરવઠા અધિકારી જણાવી રહ્યા છે કે, એક દિવસમાં કોન્ટ્રાક્ટરો સાથે વાતચીત કર્યા બાદ ફરીથી સસ્તા અનાજનું વિતરણ શરૂ કરવામાં આવશે. જો કે, જામનગર શહેરમાં સૌથી વધુ સસ્તા અનાજની દુકાનો આવેલી છે. લોકોને તહેવાર સમયે જ સમયસર અનાજ ન મળતા સસ્તા અનાજના દુકાનદારો જવાબ આપીને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.