- જામનગરમા કાયદો વ્યવસ્થા દિન પર દિન કથળી રહી છે
- ધોળે દિવસે લૂંટની ઘટનાઓ બની રહી છે
- મામલતદારને આ અંગે આપવામાં આવ્યું આવેદન
જામનગર: જિલ્લામાં દિવસે દિવસે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે કારણ કે ધોળા દિવસે જામનગરમાં લૂંટ ચોરીની ઘટનાઓ બની રહી છે તો સરાજાહેર હત્યા અને બનાવો પણ બની રહ્યા છે અને મંદિરોમાં ચોરીઓ થઈ રહી છે.
મંદિરોમાં પણ થઈ રહી છે ચોરીઓ
મહિલાઓ પર થતા ઘાતકી હુમલોને લઇ જામનગર અનુસૂચિત જાતિ દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને સસ્પેન્ડ કરવાની માંગણી કરવામાં આવી છે.
આ પણ વાંચો : જામનગરની ઠેબા ચોકડી પાસે હત્યાકેસમાં આરોપી ડિસમિસ્ડ પોલીસકર્મી અને તેનો ભાઈ ઝડપાયો
છેલ્લા એક વર્ષમાં કાઇમ રેટ વધ્યો
જામનગરમાં બુધવારે ગુરુ ગોવિંદ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડે બે મહિલાઓને માથાના ભાગે લાકડીના ઘા મારતા બંને મહિલાઓ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે. કોવિડ હોસ્પિટલમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતી બંને મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો છે તેના વિરોધમાં અનુસૂચિત જાતિ અને આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે.