ETV Bharat / city

જામનગરમાં ધોરણ 12ની પરીક્ષા રદ કરવા વિધાર્થીઓની માગ - CBSE વિદ્યાર્થીઓની પરીક્ષા કેન્સલ

ગુજરાતમાં કોરોના વાઇરસનો હાહાકાર છે અને એપ્રિલ મહિનામાં તો ગુજરાતમાં હોસ્પિટલની અંદર દર્દીઓને એક બેડ પણ મળી શકે નહીં તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી ત્યારે રાજ્ય સરકારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન આપી દીધું હતુ. પરંતુ થોડા દિવસ પહેલા રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ-12ની પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી. ત્યારે વાલીઓ અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે.

જામનગરમાં ધોરણ 12ની પરીક્ષા રદ કરવા વિધાર્થીઓ અને શિક્ષકોની માગ

author img

By

Published : Jun 2, 2021, 12:31 PM IST

Updated : Jun 2, 2021, 12:44 PM IST

  • ધોરણ12ની પરીક્ષા એ વિદ્યાર્થીઓ માટે કરિયરનો ટર્નિંગ પોઈન્ટ
  • વિદ્યાર્થીઓએ તૈયારીઓ કરી છે તેમને પણ ન્યાય મળવો જોઈએ
  • સંક્રમણ ન ફેલાય તે માટે તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે

જામનગર: હાલ સમગ્ર દેશમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે તથા મ્યુકોરમાઇકોસિસના કેસોમાં પણ દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે થોડા દિવસ પહેલા મહત્વનો નિર્ણય કર્યો હતો. ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી હતી. કોરોના કાળમાં 1 જુલાઇ 2021થી ધોરણ-12ની બોર્ડની પરીક્ષા (Gujarat 12th Board Exam dates)ની તારીખ જાહેર કરી હતી. જામનગરના વિધાર્થીઓ તેમજ શિક્ષકો પરીક્ષા રદ કરવાની માગ કરી રહ્યા છે.

રાજ્ય સરકારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધું હતુ

ગુજરાતમાં કોરોના વાઇરસનો હાહાકાર છે અને એપ્રિલ મહિનામાં તો ગુજરાતમાં હોસ્પિટલની અંદર દર્દીઓને એક બેડ પણ મળી શકે નહીં તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી ત્યારે રાજ્ય સરકારે ધોરણ 10ના વિદ્યાર્થીઓને તો માસ પ્રમોશન આપી દીધું હતુ, પરંતુ થોડા દિવસ પહેલા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની(CM RUPANI) અધ્યક્ષતામાં મળેલી ખાસ બેઠકમાં ધોરણ 12ની બોર્ડ પરીક્ષા (Gujarat 12th Board Exam) બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. જેને અંતે રાજ્ય સરકારે 1 જુલાઈના રોજ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતુ.

જામનગરમાં ધોરણ 12ની પરીક્ષા રદ કરવા વિધાર્થીઓ અને શિક્ષકોની માગ

વાલીઓ અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા

કેન્દ્ર સરકાર દ્વારા ધોરણ12ની cbse પરીક્ષા રદ કરવામાં આવી છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા ધોરણ12ની પરીક્ષા યોજવામાં આવશે તેવી આશંકા છે જેને લઇને વાલીઓ અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. ધોરણ12ની પરીક્ષા એ વિદ્યાર્થીઓ માટે કરિયરનો ટર્નિંગ પોઈન્ટ હોય છે. જોકે, જે વિદ્યાર્થીઓએ તૈયારીઓ કરી છે તેમને પણ ન્યાય મળવો જોઈએ. હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે સંક્રમણ ન ફેલાય તે માટે તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. જોકે, ધોરણ 12ની પરીક્ષા યોજાશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારે જામનગરમાં ધોરણ 12ની પરીક્ષા રદ કરવા વિધાર્થીઓ અને શિક્ષકો માગ કરી રહ્યા છે.

રાજ્યમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં કુલ 6.83 લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે

રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ (Bhupendrasinh chudasama) થોડા દિવસ પહેલા પત્રકાર પરિષદ સંબોધી અને ધોરણ-12ની પરીક્ષા લેવાની જાહેરાત કરી હતી. ત્યારે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.40 લાખ વિધાર્થીઓ પરીક્ષામાં હાજર રહેશે. જ્યારે સમાન્યપ્રવાહમાં 5.43 લાખ વિધાર્થીઓ નોંધાયા છે. આમ રાજ્યમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં કુલ 6.83 લાખ વિધાર્થીઓ પરીક્ષા આપશે જે 1 જુલાઈથી શરૂ કરવામાં આવશે.

કઈ રીતે યોજાશે પરીક્ષા

ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પરીક્ષા બાબતે જણાવ્યું હતું કે, દર વર્ષની પ્રણાલી મુજબ વિજ્ઞાન પ્રવાહમાં ભાગ-1માં 50 ગુણની બહુ વિકલ્પ (MCQ) અને ભાગ-2માં સ્વરૂપની 50 ગુણની પરીક્ષા એમ ત્રણ કલાકની પરીક્ષા યોજવામાં આવશે. જ્યારે સામાન્યપ્રવાહમાં પ્રસ્થાપિત પ્રણાલી મુજબ 100 માર્ક્સની વર્ણાત્મક પરીક્ષા યોજાશે. આમ રાજ્ય સરકારે પરીક્ષાની પેટર્નમાં પણ કોઈ પ્રકારનો ફેરફાર કર્યો નથી. પહેલાં જેમ પરીક્ષા યોજવામાં આવતી હતી તે જ પદ્ધતિ મુજબ આ વર્ષે પણ કોરોનાની મહામારી દરમિયાન પણ તે જ પદ્ધતિથી પરીક્ષા યોજવામાં આવશે.

એક વર્ગમાં ફક્ત 20 જ વિધાર્થીઓ રહેશે

વૈશ્વિક મહામારીમાં સામાજિક અંતર જરૂરી છે ત્યારે ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં એક વર્ગમાં ફક્ત 20 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટેનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આમ વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેને ધ્યાનમાં લઈને એક વર્ગખંડમાં વધુમાં વધુ 20 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શકશે. આ સાથે જ પરીક્ષા દરમિયાન માસ્ક (FACE MASK) અને સેનિટાઈઝર પણ ફરજિયાત રાખવામાં આવ્યું છે.

કોરોના સંક્રમિત વિદ્યાર્થી 25 દિવસ પછી પરીક્ષા આપી શકશે

કોરોના સંક્રમિત વિદ્યાર્થી 25 દિવસ પછી પરીક્ષા આપી શકશે. રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં દ્વારા 1 જુલાઈના રોજ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે પરીક્ષાના સમય દરમિયાન કોઈપણ વિદ્યાર્થી પોઝિટિવ આવે તો તેમને બીજા વિકલ્પ તરીકે 25 દિવસ બાદ પરીક્ષા આપવાની વ્યવસ્થા પણ રાજ્ય સરકાર દ્વારા અને રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે.

Last Updated : Jun 2, 2021, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.