- જામનગરના હાપા માર્કેટયાર્ડમાં ઉચ્ચ ગુણવત્તા અજમાની વધી માગ
- કોરોના કાળને લીધે અજમાની વધી માગ
- અન્ય જિલ્લાના ખેડૂતો પણ જામનગર યાર્ડમાં કરી રહ્યા છે વેચાણ
જામનગર: હાપા માર્કેટિંગ યાર્ડમાં દૈનિક 200 થી 300 મણની આવક થઈ રહી છે. જામનગરના હાપા યાર્ડમાં રાજ્યના અન્ય જિલ્લા તેમજ અમરેલી-ભાવનગર મોરબી સહિતના વિસ્તારોમાંથી ખેડૂતો અને વેચાણ માટે અહીં આવે છે. ગુજરાતમાં અનેક જગ્યાએ અજમાની હરાજી થાય છે જેમાં જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ મુખ્ય છે. અહીંના વેપારીઓ તથા નિકાસકારો મોટી સંખ્યામાં છે. જામનગરના ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોવાથી તેઓ જામનગરમાં અજમો ખરીદી કે વેચાણ કરવા મોટી સંખ્યામાં આવે છે. રાજ્યના અન્ય યાર્ડમાં હરાજી ન થતાં ખેડૂતો મોટી સંખ્યામાં જામનગર આવે છે જેના કારણે દેશભરમાં મુખ્ય સેન્ટર તરીકે જામનગર પ્રસ્થાપિત થયું છે.
જામનગરના અજમાનો કલર અને દાણો સારી ગુણવત્તાનો હોય છે જેનું કારણ અનુકૂળ વાતાવરણ છે. બીજુ, અજમાનો મસાલા તરીકે ઉપયોગ થતો હોય છે તેમજ અજમાને ઔષધી તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.
હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ દૈનિક 200થી 300 કરોડની આવક થઈ રહી છે. ખેડૂતોને રૂપિયા 2 હજારથી 5 હજાર સુધીનો ભાવ મળે છે. ગત વર્ષે વધુમાં વધુ રૂ સાડા 3 હજારનો ભાવ મળ્યો હતો આ વર્ષે શરૂઆતથી જ 5 હજાર સુધીનો ભાવ મળી રહ્યો છે જેના કારણે આવક વધે તેવી શક્યતા છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં અજમાની આવક વિશેષ હોય છે અમુક વખતે તો જગ્યાના અભાવે આવક પર રોક લગાવવી પડે છે.