- લાખાબાવળમાં જૂનું PHC સેન્ટર ખંડેર હાલતમાં
- જૂનું પીએચસી સેન્ટર બન્યું આવારા તત્વોનો અડ્ડો
- નવીનીકરણ કરવાની માગ ઉઠી
જામનગરઃ તાલુકા પંચાયત સભ્ય તરીકે ચૂંટાયેલા મનજીભાઈ વાઘેલાએ માગણી કરી છે કે રાજ્ય સરકારે જૂનું પીએચસી સેન્ટર તોડી પાડવું જોઇએ અને તેની જગ્યાએ બિલ્ડિંગનું નવીનીકરણ કરવું જોઈએ. કારણ કે અહીં જૂનાં પીએચસી સેન્ટરમાં આવારા તત્વોએ પોતાનો અડ્ડો બનાવ્યો છે. તેમજ રખડતાં ઢોર પણ અહીં મોટા પ્રમાણમાં વસવાટ કરે છે. અહીં ગંદકીના ગંજ પણ ખડકાયેલા જોવા મળે છે.
આ પણ વાંચોઃ જામનગરના નાઘેડીમાં બેન્ક અને ATMમાં ચોરીનો પ્રયાસ
અન્ય કોઈ સરકારી કચેરી તરીકે ઉપયોગ કરવો જોઈએ
લાખાબાવળમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરીકે નવા બિલ્ડિંગમાં હાલ ગ્રામજનોને આરોગ્યની તમામ સુવિધા આપવામાં આવી રહી છે. તેથી જૂના બિલ્ડિંગને તોડી પાડવું જોઇએ અને તેની જગ્યાએ નવું બિલ્ડિંગ બનાવી કોઈપણ સરકારી કચેરીમાં ઉપયોગ કરવો જોઈએ તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.