જામનગર: ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ ફરી ચર્ચામાં આવ્યા છે. પોરબંદરના માધવપુરના મેળા (CR Patil In Madhavpur Fair)ના કાર્યક્રમમાં સી.આર.પાટીલે દ્વારકાધીશ ભગવાન શ્રીકૃષ્ણ અને તેમની બહેન સુભદ્રાને લઇને વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ વિવાદાસ્પદ નિવેદન બાદ જામનગર આહીર સમાજ (Aheer Community Jamnagar)માં ભારે નારાજગી જોવા મળી રહી છે. જામનગરમાં આહીર સમાજના યુવકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને વિરોધ નોંધાવ્યો છે.
આહીર સમાજમાં નારાજગી- મળતી વિગત અનુસાર, એક માધવપુરના મેળા (Madhavpur Fair 2022)ના કાર્યક્રમમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાના લગ્ન થયા હોવાનું કહ્યું હતું. આ નિવેદનને લઇને આહીર સમાજમાં નારાજગી જોવા મળી રહી છે, કારણ કે ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રા બંને ભાઈ-બહેન થાય છે. આહીર સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે, ગુજરાત ભાજપ અધ્યક્ષ (Gujarat BJP President) સી.આર. પાટીલે ભગવાન શ્રીકૃષ્ણની માફી માંગવી જોઈએ.
આ પણ વાંચો: Madhavpur Fair 2022 : માધવપુરના મેળામાં પાટિલ ભાઉની લપસી જીભ, જાણો શું બોલી ગયા?
પાટીલે જાહેરસ્થળો પર બફાટ કર્યો- જામનગરના આહીર યુવક સંજયભાઈ ચેતરીયાએ જણાવ્યું કે, જો સી.આર.પાટીલ ભગવાન શ્રીકૃષ્ણને સુભદ્રા વિશે કરેલી ટિપ્પણી મુદ્દે માફી નહીં માંગે તો આહીર સમાજ તેમનું ગમે ત્યાં સ્વાગત કરશે, કારણ કે સી.આર. પાટીલ ભગવાન શ્રીકૃષ્ણ વિશે કાંઈ જાણતા નથી અને તેમણે જાહેર સ્થળો પર ખોટો બફાટ (Controversial Statement By Patil) કર્યો છે. આહિર સમાજના યુવકો માંગ કરી રહ્યા છે કે, ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે મહાભારત જોવું જોઈએ અને ગીતાનું વાંચન કરવું જોઈએ.
માધવપુરના મેળામાં પાટીલે બાફ્યું- ભગવાન શ્રીકૃષ્ણ અને બહેન સુભદ્રા વિશે કરેલી ટિપ્પણી ને લઇ સોશિયલ મીડિયામાં હાલ ભારે ચર્ચા જાગી છે. ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ માધવપુર મેળામાં આવ્યા હતા જ્યાં તેમણે ભગવાન કૃષ્ણ અને બહેન સુભદ્રા પર ટિપ્પણી કરી છે જેને લઈ આહીર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.