- જામનગરમાં કોરોનાના કેસ ઘટતા કોવિડ હોસ્પિટલ અડધી ખાલી
- શહેરમાં મ્યકોરમાઈકોસીસના કેસ સતત વધી રહ્યા છે
- શહેરમાં મ્યુકરમાઈકોસીસ (ફંગસ)ના 137 દર્દી સારવાર હેઠળ
- કોવિડ હોસ્પિટલમાં 1237 બેડની વ્યવસ્થા, રિલાયન્સમાં 400 બેડ
જામનગરઃ શહેરમાં કોરોના કુણો પડતા હોસ્પિટલમાં ખાટલા ખાલી થઈ રહ્યા છે. આગલા દિવસની સરખામણીએ છેલ્લા 24 કલાકમાં વધુ 44 દર્દીઓનો ઘટાડો નોંધાયો છે. આજની સ્થિતિએ કોવિડ હોસ્પિટલમાં 532 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે મ્યુકરમાઈકોસીસ (ફંગસ)ના 137 દર્દી સારવાર હેઠળ છે.
આ પણ વાંચો- રાજ્ય સરકાર કોરોનાની 3જી લહેર માટે સજ્જ, મહાત્મા મંદિર કોવિડ હોસ્પિટલ હાલ શરૂ નહી કરાય
કોવિડ હોસ્પિટલમાં કુલ 532 દર્દીઓ લઈ રહ્યા છે સારવાર
જામનગરમાં કોરોનાએ કાળો કહેર વર્તાવતા કેસોનો રાફડો ફાટ્યો હતો. હોસ્પિટલમાં દર્દીને દાખલ કરવા માટે જગ્યા મળતી નહતી, પરંતુ કોરોનાનું સંક્રમણ સતત ઘટતા અને નવા કેસ ઓછા નોંધાતા રાહત જોવા મળી છે. આ ઉપરાંત હોસ્પિટલમાં નવા દર્દીની આવક ઘટી અને બીજી તરફ દાખલ દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવતા હોસ્પિટલમાં ખાટલા ખાલી થતા જઈ રહ્યા છે.
જામનગર કોવિડ હોસ્પિટલનો રિકવરી રેટ બેસ્ટ
જામનગરની સરકારી જી. જી. કોવિડ હોસ્પિટલમાં 438 દર્દીઓ તેમ જ રિલાયન્સ સંચાલિત હોસ્પિટલમાં 9 દર્દીઓ મળી કુલ 532 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. આમ, ગઈકાલના 576 દર્દીઓની સરખામણીએ આજે વધુ 4 ખાટલા ખાલી થયા છે.
આ પણ વાંચો- સુરતમાં 3 મહિનામાં 1661 બાળકો કોરોના સંક્રમિત, ત્રીજી લહેરથી બચાવવા સિવિલમાં 100 બેડ વધારાશે
સમગ્ર હાલાર પંથકના દર્દીઓ આવી રહ્યા છે સારવાર લેવા
તો બીજી તરફ ફંગસના કેસો ધીમે ધીમે વધી રહ્યા છે. આજે પણ તેમાં 13 દર્દીનો વધારો થતાં હાલ 137 દર્દીઓ દાખલ છે. અહીં રવિવારે નાની-મોટી આઠ જેટલી સર્જરી કરવામાં આવી હતી.