ETV Bharat / city

જામનગરમાં ચાર જગ્યાએ યોજાઈ કોરોના વેક્સિનની મોકડ્રીલ

કોરોનાની રસી કેવી રીતે અને કેટલા ડોઝ આપવામાં આવશે તે સરકાર દ્વારા જાહેર કરાયું નથી. પરંતુ લોકોને વેક્સિન આપવાની તૈયારીના ભાગરૂપે જામનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંગળવારે ચાર જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરની જીજી હોસપીટલ, નિલકંઠ પ્રાથમિક શાળા, લાખાબાવળ આરોગ્ય કેન્દ્ર સિક્કા અને વિજરખીની પસંદગી કરવામાં આવી હતી.

જામનગર
જામનગર
author img

By

Published : Jan 5, 2021, 8:18 PM IST

  • જામનગરમાં ચાર જગ્યાએ કોરોના વેક્સિનની મોકડ્રીલ યોજાઈ
  • જામનગરમાં આરોગ્યકર્મીઓને પ્રતિકાત્મક રસી અપાઈ
  • કોરોના વેકસિન લેનારે ક્યા દસ્તાવેજ આપવા પડશે

જામનગર: કોરોનાની રસી કેવી રીતે અને કેટલા ડોઝ આપવામાં આવશે તે સરકાર દ્વારા જાહેર કરાયું નથી. પરંતુ લોકોને વેક્સિન આપવાની તૈયારીના ભાગરૂપે જામનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંગળવારે ચાર જગ્યાએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરની જીજી હોસપીટલ, નિલકંઠ પ્રાથમિક શાળા, લાખાબાવળ આરોગ્ય કેન્દ્ર સિક્કા અને વિજરખીની પસંદગી કરવામાં આવી હતી. આ પાંચ સ્થળોએ મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિન અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેવી રીતે યોજાઈ મોકડ્રીલ

હજુ કોરોનાની રસી આવી નથી. પરંતુ આગામી દિવસોમાં જ્યારે રસી આવશે ત્યારે રસીકરણ કેમ કરવું અને રસી આપવામાં શું અવરોધ આવે છે તેને દૂર કરવા આગોતરા આયોજનના ભાગ રુપે મોકડ્રીલની કામગીરી કરવામાં આવી છે.

જામનગરમાં ચાર જગ્યાએ યોજાઈ કોરોના વેક્સિનની મોકડ્રીલ

સરકારી પોર્ટલમાં નોંધણી કરનારાને પહેલા આપશે રસી

કોરોના વેક્સિન આપવાનું ખરા અર્થમાં શરૂ થાય ત્યારે નિયમ મુજબ સરકારી પોર્ટલમાં નોંધણી કરાવી છે તે લોકોને મોબાઈલમાં મેસેજ સમય અને સ્થળની જાણ કરવામાં આવશે. જામનગરમાં કુલ 4 સ્થળે રસીકરણની મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં તમામ સ્થળે આરોગ્યકર્મીઓને પ્રતિકાત્મક રસી આપવામાં આવી છે.

કોરોના વેક્સિન લેનારે ક્યા દસ્તાવેજ આપવા પડશે?

સરકારી પોર્ટલ પર નોંધણી કરાવ્યા બાદ જે વ્યક્તિને મેસેજ અને સ્થળ જણાવવામાં આવશે તે વ્યક્તિએ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ લઈને રસીકરણ માટે આવવાનું રહેશે. જામનગર જિલ્લામાં લોકોને તાત્કાલિક રસી મળી રહે તે માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરે કુલ ચાર સ્થળ પર મોકડ્રીલ યોજવાની મંજૂરી આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.