જામનગર: પૂર્વ પ્રધાન અને જામનગરના ધારાસભ્ય (Jamnagar MLA) ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)નો આજે કોરોના રિપોર્ટ (Corona Report Jamnagar) પોઝિટિવ આવ્યો છે. સાથે સાથે તેમના પુત્ર જગદીશ અને પત્નીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા ત્રણેય હોમ આઇસોલેટ થયા છે.
હકુભા જાડેજાની તબિયત સ્થિર
ઉલ્લેખનીય છે કે બીજી લહેરમાં પણ ધારાસભ્ય હકુભા જાડેજા કોરોના સંક્રમિત (Corona In Jamnagar) બન્યા હતા. જો કે હાલ તેમની તબિયત સ્થિર છે અને ડોક્ટરની સલાહ પ્રમાણે દવા આપવામાં આવી રહી છે.
ત્રણેયને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા
ગઈકાલે ધારાસભ્ય હકુભા જાડેજાએ કોરોનાનો રેપિડ ટેસ્ટ (Corona Testing In Jamnagar) કરાવ્યો હતો. તાવ, શરદી અને ઉધરસ હોવાના કારણે તેમણે પોતાનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. સાથે સાથે પરિવારજનોએ પણ રિપોર્ટ કરાવ્યો હતો. ઘરમાં 3 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ત્રણેયને હાલ ઘરે જ આઇસોલેટ (Home Isolation Jamnagar) કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: જામનગર મનપા વિરોધ પક્ષના નેતા તરીકે આનંદ રાઠોડ વરણી, કોંગ્રેસે કરી ઉજવણી
ધારાસભ્યની તબિયત સ્થિર
જામનગરમાં દિન-પ્રતિદિન કોરોના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાના કેસ (Corona Cases In Jamnagar) વધ્યા છે. આજે જામનગર જિલ્લામાં 210 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
આ પણ વાંચો: Advocate Kirit Joshi Murder Case: કિરીટ જોશી હત્યા કેસના આરોપીના જામીન રદ કરતી જામનગર કોર્ટ