ETV Bharat / city

Corona In Gujarat: રાજ્યમાં ધીમો પડ્યો કોરોના, છેલ્લા 24 કલાકમાં 12,131 કેસ આવ્યા સામે - મોતના આંકડાએ ચોંકાવ્યા - સુરતમાં કોરોના કેસ

ગુજરાતમાં આજે કોરોનાના 12,131 કેસ (Corona Cases In Gujarat) નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં 30 દર્દીઓના મોત નિપજ્યા છે. કોરોનાના કેસોની સામે સાજા થનારા દર્દીઓનો આંકડો 22,070 છે જે સારા સંકેત આપી રહ્યો છે.

Corona In Gujarat: રાજ્યમાં ધીમો પડ્યો કોરોના, છેલ્લા 24 કલાકમાં 12,131 કેસ આવ્યા સામે - મોતના આંકડાએ ચોંકાવ્યા

author img

By

Published : Jan 28, 2022, 8:57 PM IST

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોના (Corona In Gujarat)એ છેલ્લા 2 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. કોરોનાની પ્રથમ (Corona First Wave In Gujarat) અને બીજી લહેરમાં વધુમાં વધુ 14 હજાર જેટલા પોઝિટિવ કેસ (Corona Cases In Gujarat) એક દિવસમાં નોંધાયા હતા. આજે જાન્યુઆરીના 28 તારીખે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12,131 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 22,070 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ફર્યા છે.

અમદાવાદમાં 7 લોકોના મોત

આજે 30 દર્દીઓના દુઃખદ મૃત્યુ (Corona Death In Gujarat) થયા છે, જેમાં અમદાવાદમાં 07 દર્દીના મૃત્યુઆંક (Corona Death In Ahmedabad) સાથે સૌથી વધુ મૃત્યુ અમદાવાદમાં નોંધાયા છે. રાજકોટમાં 04, વડોદરામાં 03, સુરતમાં 01, સુરત ગ્રામ્ય, વલસાડ, ભરૂચ, ભાવનગર કોર્પોરેશનમાં 2-2 મૃત્યુ નોંધાયા છે. રાજકોટ ગ્રામ્ય, જામનગર કોર્પોરેશન, પંચમહાલ ગાંધીનગર અને જામનગર કોર્પોરેશન વિસ્તારમાં 1-1 મૃત્યુ નોંધાયા છે.

આ પણ વાંચો: Corona Cases In Vadodara: વડોદરામાં 2 જ દિવસમાં કોરોનાના કેસોમાં 40 ટકાનો ઘટાડો, નિષ્ણાતોએ જણાવ્યું કારણ

અમદાવાદમાં કોરોના કેસ ઘટવા પર

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Health Department Gujarat) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના તમામ કોર્પોરેશન વિસ્તારમાં કેસ સામે આવ્યા છે, જેમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 4,046 જેટલા કેસો (Corona Cases In Ahmedabad) નોંધાયા છે. સુરત શહેર (Corona Cases In Surat)માં 628, વડોદરા શહેરમાં 1,999 અને રાજકોટમાં 958 કેસ નોંધાયા છે. કુલ 22,070 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આજે 1,94,350 નાગરિકોનું રસીકરણ થયું

આજ રોજ 28 જાન્યુઆરીના રોજ રાજ્યમાં કુલ 1,94,350 નાગરિકોને વેક્સિન (Vaccination In Gujarat) આપવામાં આવી છે. 18થી 45 વયના 21,798 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. 51,756 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ઉપરાંત 15થી 18 વર્ષના 32,356 તરૂણોનું રસીકરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત 65,167 નાગરિકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં કુલ 9,73,85,041 ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Gujarat Corona Update: રાજ્યમાં આજે કોરોનાના 12,911 કેસ નોંધાયા, 22 દર્દીઓએ કોરોના સામે હારી જંગ

રાજ્યમાં એક્ટિવ કેસ 1,07,915

રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં કુલ 1,07,915 જેટલા એક્ટિવ કેસ છે. 297 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 1,07,618 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 10,375 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 10,14,501 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 89.56 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.