- કોંગ્રેસના વોર્ડ નંબર 4ના કોર્પોરેટરની અનોખી પહેલ
- રચના નંદાણિયા તમામ સિનિયર સિટીઝનોને લઈ જાય છે વેક્સિનેશન માટે
- અન્ય કોર્પોરેટરોએ આ કોર્પોરેટર પાસેથી શીખ લેવી જોઈએ તેવી લોકોમાં ચર્ચા
આ પણ વાંચોઃ કોરોના વેક્સિન અંગે લધુમતી સમાજમાં ગેરસમજને દૂર કરવા આગેવાનો રોડ પર ઉતર્યા
જામનગરઃ જામનગરમાં વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચના નંદાણિયાએ તેમના વોર્ડ નંબર- 4માં 60 વર્ષ અને તેનાથી વધુની ઉંમરના સિનિયર સિટીઝનને કોરાનાની વેક્સીન માટે લઈ જવાનું આયોજન કર્યું અને તમામ લોકોને ઓટો રિક્ષામાં વેક્સિનેશન માટે લઈ ગયા હતા. રચના નંદાસણિયાએ કહ્યું કે, નગર સેવક તરીકે નાગરિકોના આરોગ્યની કાળજી રાખવી પણ ખૂબ મહત્વની છે.
આ પણ વાંચોઃ કોરોનાના બીજા તબક્કામાં રાજ્યના કેટલાક ચોંકાવનારા કિસ્સાઓ
નાગરિકોના આરોગ્યની કાળજી રાખવી આપણી ફરજ
જ્યારે સિનિયર સિટીઝનોને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે આ પહેલ જરૂરી છે. આમ, એક મહિલા કોર્પોરેટરે નવો ચીલો ચાતર્યો છે.ઉલ્લેખનીય છે કે, રચના નંદાસણીયા હાલ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે અને તે પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. જોકે, છેલ્લી ચૂંટણીમાં તેમણે ફરીથી કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી કરી હતી અને બહુમતીથી જીત્યા હતા. આમ, રાજકીય પક્ષ કરતા તેમની કામગીરીને પ્રાધાન્ય મળી રહ્યું છે.