શહેરમાં એક મહિનાથી કચરાનો નિકાલ ન થયો હોવાથી રોગચાળાનું પ્રમાણ પણ વધ્યું છે. મહત્વનું છે કે, જૂનો કોન્ટ્રાક્ટર એક મહિનાથી કામ છોડીને ચાલ્યો ગયો છે. જ્યારે નવા કોન્ટ્રાક્ટરે હજુ સુધી કોઈ કામગીરી ન કરતા ઠેર-ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખાફીએ ડમ્પીંગ સાઇટ પરથી કચરાનું ટ્રેક્ટર ભરી અને મહાનગરપાલિકાના પટાંગણમાં ઠાલવ્યું હતું.
જામનગર શહેરમાં છેલ્લા એક મહિનાથી ભીનો તેમજ સૂકો કચરો ડમ્પિંગ સાઇટ પર નાખવામાં આવતા શહેરમાં ગંદકીના ગંજ ખડકાયા છે.