ETV Bharat / city

જામનગરમાં કોંગી મહિલા કોર્પોરેટરનો અનોખો વિરોધ, રખડતા ઢોર મનપા કચેરીના પટાંગણમાં બાંધ્યા - Unique protest

જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. જેને લઈને આજે બુધવારે કોંગ્રેસની મહિલા કોર્ટ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. જામનગર મનપા કચેરીના પટાંગણમાં જ કોર્પોરેટર રચના નંદાણીયા અને જેનબ ખફી દ્વારા રખડતા ઢોર બાંધવામાં આવ્યા છે.

Latest news of Jamnagar
Latest news of Jamnagar
author img

By

Published : Aug 18, 2021, 10:23 PM IST

  • જામનગરમાં કોંગી મહિલા કોર્પોરેટરનો અનોખો વિરોધ
  • રખડતા ઢોર મનપા કચેરીના પટાંગણમાં બાંધ્યા
  • શાસક પક્ષે માત્ર વાયદાઓ કર્યાં રખડતા ઢોર મામલે કોઈ નિર્ણય ન લીધો

જામનગર: શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ (Torture of stray cattle in Jamnagar) દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે, ત્યારે બુધવારે કોંગ્રેસની મહિલા કોર્ટ દ્વારા અનોખો વિરોધ (Unique protest by Congress Women Court) કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાની કચેરીના પટાંગણમાં જ કોર્પોરેટર રચના નંદાણીયા અને જેનબ ખફી દ્વારા રખડતા ઢોર બાંધવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા જામનગર શહેરમાં રખડતા ઢોરો એક મહિલાને અડફેટે લીધી હતી અને મહિલાને 15 મિનિટ સુધી ફગોળી હતી. જેના કારણે મહિલા ગંભીર રીતે ઈજા પામી હતી. અવાર-નવાર રખડતા ઢોર વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટમાં લેતા જોવા મળી રહ્યા છે.

જામનગરમાં કોંગી મહિલા કોર્પોરેટરનો અનોખો વિરોધ

આ પણ વાંચો: જામનગરમાં રખડતા ઢોર બન્યા બેફામઃ ઘર બહાર બેઠેલા વ્યક્તિને લીધા અડફેટે, જુઓ CCTV

રખડતા ઢોર શહેરીજનો માટે બન્યા માથાના દુ:ખાવા રૂપ

જામનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરના ત્રાસ દૂર કરવા માટેનો કોઈ પણ જાતનો પ્રયાસ કરવામાં ન આવતા આખરે કોંગ્રેસની બંને મહિલા કોર્પોરેટર દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. બન્નેને કોર્ટમાં કહી રહી છે કે, જામનગર મહાનગરપાલિકાએ તાત્કાલિક એક્શન પ્લાન ઘડી અને રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવું જોઈએ. જોકે શાસક પક્ષમાં ઇચ્છાશક્તિનો અભાવ હોવાના કારણે આ કાર્ય થઈ શકતું નથી.

આ પણ વાંચો: નવસારીમાં રખડતા ઢોર સાથે યુવક અથડાતા યુવાનનું ઘટના સ્થળે મૃત્યુ

મહાનગરપાલિકામાં અવાર-નવાર રજૂઆત કરવા છતાં પણ યોગ્ય કાર્યવાહી થઈ નહીં

જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું શાસન છે. આ વર્ષે મહિલા મેયર બીનાબ કોઠારીએ શાસનની ધુરા સંભાળી છે. ભાજપે ચૂંટણી ઢંઢેરામાં પણ રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. છતાં પણ રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવામાં આવતો નથી. જેના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.