- ફી વધારા મુદ્દે કોંગ્રેસે જિલ્લા શિક્ષણ અધિકારીને આપ્યું આવેદન
- જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ સુત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો
- 25 ટકા ફી વધારો પરત લેવા આપ્યું આવેદન પત્ર
જામનગર: જામનગરમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો આજે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા અને શહેર કોંગ્રેસના આગેવાનોએ શાળાઓમાં ફી વધારો પરત લેવા માટે સુત્રોચાર કરી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
કોરોનાકાળમાં વાલીઓ અનુભવી રહ્યાં છે આર્થિક સંકડામણ
હાલ કોરોનાકાળ કાળ ચાલી રહ્યો છે. વર્તમાન સમયમાં અનેક લોકોના કામધંધા પડી ભાંગ્યા છે. વાલીઓ આર્થિક સંકડામણ અનુભવી રહ્યાં છે. જેથી આ ફી વધારો પરત ખેંચવામાં આવે તેવી માગ કોંગ્રેસ કાર્યકરોએ કરી હતી અને શાળાઓમાં ફી વધારો પરત લેવા માટે સુત્રોચાર કરી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
જામનગરની અમુક સ્કૂલ જંગી ફી લઈ રહ્યા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
જામનગરમાં અનેક સ્કૂલો દ્વારા હજુ પણ જંગી ફી વસુલવામાં આવી રહી છે. જેના કારણે વાલીઓ તકલીફ અનુભવી રહ્યા હતા અને આ અંગે રજૂઆત પણ કરી હતી. આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે ભેગા થયા હતાં અને તેમણે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી ફી વધારો તાત્કાલિક રીતે પરત લેવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં ફી વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.