ETV Bharat / city

Congress Protest: જામનગરમાં મોંઘવારી મુદ્દે બાઈકની નનામી કાઢી કરાયો વિરોધ - ગુજરાત કોંગ્રેસ

11 જૂલાઈએ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ (Vikram Madam) વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. બર્ધનચોક ખાતે કોંગ્રેસ (Gujarat Congress) દ્વારા આશ્ચર્યજનક વિરોધ કાર્યક્રમ કરવા આવ્યો હતો. બાઇક અને ગેસના બાટલાની નનામી કાઢી કોંગ્રેસના કાર્યકરોએ અનોખો વિરોધ દર્શાવ્યો હતો. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષ નેતા અને નગરસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા.

Congress Protest
Congress Protest
author img

By

Published : Jul 11, 2021, 5:29 PM IST

  • જામનગરમાં મોંઘવારી મામલે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન યથાવત્
  • પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને, મોંઘવારી બેકાબૂ
  • ગેસના ભાવ વધતા કોરોના કાળમાં લોકો મુકાયા મુશ્કેલીમાં

જામનગર: કોંગ્રેસ દ્વારા છેલ્લા પાંચ દિવસથી શહેરના વિવિધ વોર્ડમાં વધતી મોંઘવારી(Price Hike)ને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગેસના બાટલાના ભાવ વધી રહ્યા છે તો પેટ્રોલ-ડીઝલ(Petrol-Diesel Price Hike)ના ભાવ પણ આસમાને છે, ત્યારે સામાન્ય માણસને મોંઘવારીમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કોંગ્રેસ દ્વારા તારીખ 7થી 17 સુધી જામનગર શહેરોના તમામ વોર્ડમાં વિવિધ કાર્યક્રમ મોંઘવારી મુદ્દે યોજવામાં આવી રહ્યા છે. જે અનુસંધાને 11 જૂલાઈના રોજ બર્ધનચોક વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા બાઇકની નનામી કાઢવામાં આવી હતી.

આ પણ વાંચો: વડોદરામાં દૂધ વગરની ચા બનાવી કોંગ્રેસ કાર્યકરોએ દૂધના ભાવ વધારા માટે કર્યા વિરોધ પ્રદર્શન

ધારાસભ્ય વિક્રમ માડમના રાજ્ય સરકાર પર પ્રહાર

કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે રાજ્ય સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારે (State Government) મોંઘવારીને ડામવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. ખાસ કરીને લોકોની જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તેના ભાવ વધતાં સામાન્ય માણસ કફોડી હાલતમાં મૂકાઈ રહ્યો છે. રાજ્યસરકારે તાત્કાલિક પેટ્રોલ-ડીઝલના ભાવ પરની સબસીડી હટાવવી જોઈએ અને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવો જોઇએ તેવી માગ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.