ETV Bharat / city

કોંગ્રેસી ધારાસભ્ય પ્રવિણ મુસડીયાએ કાલાવડ યાર્ડની મુલાકાત લીધી, ખેડૂતોને પરેશાન કરાતા હોવાનો કર્યો આક્ષેપ - Start buying peanuts at support prices

રાજ્ય સરકાર દ્વારા માર્કેટિંગ યાર્ડોમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ યાર્ડ ખાતે કાલાવડના ધારાસભ્ય પ્રવિણ મુસડીયા તેમજ સ્થાનિક આગેવાનો કાલાવડ માર્કેટીંગ યાર્ડ ખાતે પહોચ્યા હતા, ત્યાં પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવીને નાફેડ સહિતના અધિકારીઓ દ્વારા જગતના તાતને પરેશાન કરવામાં આવી રહ્યાનો સણસણતો આક્ષેપ તેમણે કર્યો છે.

કોંગ્રેસી ધારાસભ્ય પ્રવિણ મુસડીયાએ કાલાવડ યાર્ડની મુલાકાત લીધી

author img

By

Published : Nov 7, 2020, 3:05 AM IST

  • કોંગ્રેસી ધારાસભ્યએ કાલાવડ યાર્ડની લીધી મુલાકાત
  • ખેડૂતોને પરેશાન કરાતા હોવાનો કર્યો આક્ષેપ
  • ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને પરેશાન કરાતા હોવાનો કર્યો આક્ષેપ

જામનગરઃ રાજ્યમાં હાલ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે જિલ્લાના કાલાવડ યાર્ડ ખાતે કાલાવડના ધારાસભ્ય પ્રવિણ મુસડીયા તેમજ સ્થાનિક આગેવાનો કાલાવડ માર્કેટીંગ યાર્ડ ખાતે પહોચ્યા હતા, ત્યાં પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવીને નાફેડ સહિતના અધિકારીઓ દ્વારા જગતના તાતને પરેશાન કરવામાં આવી રહ્યાનો સણસણતો આક્ષેપ તેમણે કર્યો છે.

કોંગ્રેસી ધારાસભ્ય પ્રવિણ મુસડીયાએ કાલાવડ યાર્ડની મુલાકાત લીધી
કોંગ્રેસી ધારાસભ્ય પ્રવિણ મુસડીયાએ કાલાવડ યાર્ડની મુલાકાત લીધીકોંગ્રેસી ધારાસભ્ય પ્રવિણ મુસડીયાએ કાલાવડ યાર્ડની મુલાકાત લીધી

મગફળીને રીજેક્ટ કરવાને લઈને ખેડૂતોમાં રોષ

કાલાવડના ધારાસભ્ય પ્રવીણ મુસડીયાના જણાવ્યા અનુસાર કેટલાક દિવસોથી ખેડૂતો તરફથી ફરિયાદો મળી રહી હતી, જેથી તેઓ ખેડૂતોના પ્રશ્નોને લઈને કાલાવડ યાર્ડ ખાતે મુલાકાતે પહોચ્યો હતો. જ્યાં ખેડૂતોને મોટી સંખ્યામાં મગફળી વેચાણ કરવા માટે માર્કેટીંગ યાર્ડ ખાતે બોલાવવામાં આવે છે, ખેડૂતોનો એકી સાથે ધસારો થયા બાદ બધા ખેડૂતોની મગફળી એક સાથે લેવામાં આવતી નથી, જેને લઈને ખેડૂતોને વાહન ભાડા સહિતના ખર્ચ ભોગવવાનો વારો આવે છે. ખેડૂતોને પડ્યા પર પાટુ લાગે તેમ જયારે ખેડૂતનો મગફળી વેચાણ માટે વારો આવે ત્યારે કોઈ કારણો આગળ ધરીને ખેડૂતોની મગફળી રીજેક્ટ પણ કરવામાં આવી રહી છે, જેને લઈને ખેડૂતોમાં ખૂબ જ રોષ વ્યાપી ગયો છે. જે બાબત ખૂબ અયોગ્ય જણાઈ રહી છે.

જરૂર પડ્યે ગાંધી ચીંધ્યા રાહે આંદોલન કરવાની ચીમકી
કાલાવડ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચેલા ધારાસભ્ય પ્રવિણ મુસડીયાએ સ્થળ પર હાજર અધિકારીઓ પાસેથી માહિતી મેળવી અને ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. જે બાદ ઉચ્ચ અધિકારીઓને પણ આં અંગે જાણ કરી જગતના તાતને પડતી મુશ્કેલીઓ દુર થાય અને ખેડૂતોને પુરતો ભાવ મળે તેમજ એક દિવસમાં જેટલા ખેડૂતોની મગફળી લઈ શકાય તેટલા જ ખેડૂતોને બોલાવવામાં આવે તેવી ખેડૂતો લક્ષી સૂચનાઓ આપવામાં આવી હતી. જગતના તાતની મુશ્કેલીઓ દુર ના થાય તો જરૂર પડ્યે ગાંધી ચીંધ્યા રાહે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.