જામનગરઃ જામજોધપુરના સિદસર ખાતે ઉમિયા મહોત્સવની ઉજવણી (Jamnagar Umiyadham Silver Jubilee Festival) કરવામાં આવી હતી. આ પ્રસંગમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel in Jamnagar) પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયા સ્ટેજ પર મુખ્યપ્રધાનના આશીર્વાદ લેતા નજરે પડ્યા હતા. ત્યારબાદથી જ ચિરાગ કાલરિયા ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ હતી.
કોંગ્રેસના ધારાસભ્યનો ખૂલાસો - તો આ તરફ કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયાએ (Congress MLA on BJP) ખૂલાસો કર્યો હતો કે, તેઓ કોંગ્રેસમાં જ છે, હતા અને રહેશે. તેમણે કહ્યું હતું કે, સમાજનો કાર્યક્રમ હતો એટલે તેઓ ઉમિયાધામ આવ્યા હતા.
ચિરાગ કાલરિયા CM સાથે જોવા મળ્યા સ્ટેજ પર - ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ચિરાગ કાલરિયાના દાદા ઉમિયાધામ ટ્રસ્ટના ટ્રસ્ટી હતા. તેના કારણે તેઓ ઉમિયાધામ શતાબ્દી મહોત્સવમાં (Jamnagar Umiyadham Silver Jubilee Festival) ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું સન્માન પણ કર્યું હતું.
આ પણ વાંચો- BJP Workers Convention: કોંગ્રેસનો ગઢ ગણાતી વ્યારા સીટ પર આ વખતે ખીલશે કમળ? પાટીલે વ્યક્ત કર્યો વિશ્વાસ
પક્ષપલટાની ચાલી રહી છે સિઝન - ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે ત્યારે પક્ષ પરંતુ કાર્યકર્તાઓ અને નેતાઓ પક્ષ પલટા કરતા જોવા મળતા હોય છે. જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયા વિશે પણ ભાજપમાં જોડાતા (Congress MLA Chirag Kalariya may join BJP) હોય તેવી અફવા ફેલાઈ હતી. ત્યારે ધારાસભ્યએ આ વાતનું ખંડન કર્યું હતું.
આ પણ વાંચો- Gujarat Assembly 2022: વિધાનસભામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગરમાગરમી, સી.જે.ચાવડાએ કર્યા BJP પર અનેક આક્ષેપ
ચિરાગ કાલરિયાએ CMનું કર્યું હતું સન્માન - આપને જણાવી દઈએ કે, 3 એપ્રિલે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉમિયાધામ ખાતે રજત જયંતિ મહોત્સવમાં (Jamnagar Umiyadham Silver Jubilee Festival) ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયા પણ સ્ટેજ પર જોવા મળ્યા હતા. તેમણે મુખ્યપ્રધાનનું શાલ ઓઢાડી સન્માન પણ કર્યું હતું.