- જામનગરમાં 15 જાન્યુઆરીએ આવશે મુખ્યપ્રધાન વિજય રૂપાણી
- મુખ્યપ્રધાનના સ્વાગતને લઈને જિલ્લા કલેક્ટરે કરી તમામ તૈયારી
- જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી બેઠક
જામનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આગામી 15 જાન્યુઆરીના દિવસે જામનગરની મુલાકાતે આવવાના છે. તેઓ અહીં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. મુખ્યપ્રધાનના સ્વાગતને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી રહી છે. અને આ અંગે એક બેઠક પણ યોજાઈ હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી જામનગરને વિવિધ પ્રકારની ભેટ આપશે. જામનગરના લોકોમાં પણ મુખ્યપ્રધાનના સ્વાગતને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કલેકટર રવિશંકરના અધ્યક્ષસ્થાને આયોજન અંગે બેઠક યોજાઈ
આગામી 15 જાન્યુઆરીએ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે જામનગર ખાતે વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ અન્વયે કલેકટર કચેરી ખાતે કલેક્ટર રવિશંકરના અધ્યક્ષસ્થાને આજરોજ બેઠક યોજાઇ હતી.
જે સ્થળે કાર્યક્રમ યોજાવાનો છે તે સ્થળની સુરક્ષા અંગે પણ ચર્ચા કરાઈ
જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કાર્યક્રમની વ્યવસ્થાઓ, સ્થળ પરની સુરક્ષા વગેરે બાબતોના આયોજન વિશે ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, કમિશનર સતિષ પટેલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા તથા પ્રાન્ત અધિકારીઓ, અન્ય સંલગ્ન કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.