- જામનગરમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડેની ઉજવણી
- નિમિત્તે સાયકલ યાત્રા અને ચિલ્ડ્રન્સ ફોટોગ્રાફી એક્ઝિબિશન યોજાયું
- નવા ફોટોગ્રાફરોને ફોટોગ્રાફી વિશે માહિતી અપાઇ
જામનગર: 19 ઓગસ્ટના દિવસે વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવવામાં આવે છે. જામનગરમાં ફોટોગ્રાફર દ્વારા શહેરમાં આવેલા લાખોટા તળાવ ખાતે ચિલ્ડ્રન્સ ફોટોગ્રાફી સેમિનાર (Children's Photography Seminar) નું આયોજન કરવામાં આવ્યું હતું અને વહેલી સવારે સાઇકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફ્સ તેમજ શહેરીજનો જોડાયા હતા. જામનગરના ફોટોગ્રાફરો દ્વારા દર વર્ષે અનેક વિધ કાર્યક્રમો વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે યોજવામાં આવતા હોય છે. આ વર્ષે પણ નાના ભૂલકાઓની ફોટોગ્રાફી (Photography of children in Jamnagar) ફોટોગ્રાફરો દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: MLA પાસે જવાબ માંગતા નાગરિકને કરાયો તડીપાર, ધારાસભ્યએ કોર્ટમાં કહ્યું - હું SDMના સમર્થનમાં નથી
ફોટોગ્રાફી એસોસિયેશનના સભ્યો સાઇકલ યાત્રામાં જોડાયા
જામનગર ફોટોગ્રાફર દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ પર ફોટોગ્રાફી એક્ઝિબિશન પણ યોજવામાં આવતો હોય છે. આ વર્ષે કોરોનાની મહામારી હોવાના કારણે લોકોની ભીડ વધુ એકઠી ન થાય તે ધ્યાન રાખી અને લાખોટા તળાવ ખાતે નાના ભૂલકાઓની ફોટોગ્રાફી (Photography of children in Jamnagar) નું એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. જેમાં ફોટોગ્રાફરોને ટીપ્સ પણ આપવામાં આવી હતી.
![જામનગરમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે સાયકલ યાત્રા અને ચિલ્ડ્રન્સ ફોટોગ્રાફી એક્ઝિબિશન યોજાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-02-world-fhoto-10069-mansukh_19082021145142_1908f_1629364902_108.jpg)
આ પણ વાંચો: વિશ્વ ફોટોગ્રાફી ડે : જૂનાગઢના ફોટોગ્રાફરે સાચવ્યા છે 50 વર્ષ કરતાં પણ જૂના કેમેરાઓ
જામનગર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા દર વર્ષે અનેક વિધ કાર્યક્રમો યોજાય છે
ફોટોગ્રાફીએ એવી વસ્તુ છે જે સુખ દુઃખના સંસ્મરણો સંગ્રહ કરી રાખે છે. જામનગરમાં આમ તો હેરિટેજ પ્લેસ તેમજ પર્યાવરણ અને પ્રકૃતિના અનેક સ્થળો આવેલા હોવાના કારણે અહીંના ફોટોગ્રાફરો અનેક જગ્યાએ ઇનામો પણ જીત્યા છે.
![જામનગરમાં વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે સાયકલ યાત્રા અને ચિલ્ડ્રન્સ ફોટોગ્રાફી એક્ઝિબિશન યોજાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-02-world-fhoto-10069-mansukh_19082021145142_1908f_1629364902_31.jpg)