- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગણતરીના દિવસોમાં
- તમામ પક્ષોએ તૈયારી શરૂ કરી
- સ્થાનિકો પ્રાથમિક સુવિધાથી વંચિત
જામનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ પક્ષોએ ઉમેદવારોની પસંદગીથી લઇને જીત મેળવવા એડી-ચોટીનું જોર લગાવ્યું છે. માં વોર્ડ નંબર 2માં આવેલા ધરારનગરમાં હજુ સુધી સ્થાનિકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રોડ રસ્તા અને ઉભરાતી ગટરથી સ્થાનિકો ત્રસ્ત
જામનગરમાં આવેલા ધરારનગરમાં હજુ સુધી ભૂગર્ભ ગટરનું વ્યવસ્થિત કામ કરવામાં આવ્યું નથી, તો રોડ રસ્તાનું કામ પણ અડધું જ થયું છે. આ સાથે જ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે, જે સફાઈ કર્મીઓ સફાઈ કરવા આવે છે તે સાફ સફાઈ કરતા નથી.
ધરારનગરમાં ઉભરાતી ગટરથી રોગચાળો ફેલાઈ તેવી શકયતા
ધરારનગર 2માં જ્યાં જુઓ ત્યાં ઉભરાતી ગટરથી લોકો પરેશાન છે. જો કે, સ્થાનિકોએ અવાર-નવાર મનપમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી.
કોર્પોરેટર જ પક્ષપાતી વલણ અપનાવતા હોવાનો આક્ષેપ
સ્થાનિકોએ ઉભરાતી ગટર મામલે કોર્પોરેટરને રજૂઆત કરી છે, પરંતુ આ વિસ્તારના લોકોએ આક્ષેપ કર્યો કે, કોર્પોરેટર આ વિસ્તાર સાથે પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે.