- શરદ પૂર્ણિમા નિમિતે દુઃખ ભજન મંદિર ખાતે ઈશ્વર વિવાહનું આયોજન
- મોટી સંખ્યામાં ભક્તોએ ઈશ્વર વિવાહમાં જોડાયા
- સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાયા ઈશ્વર વિવાહ
જામનગરઃ પ્રેમ અને લક્ષ્મી પ્રાપ્તિ માટેનો શ્રેષ્ઠ દિવસ એટલે શરદ પૂર્ણિમા. જામનગર જિલ્લા અને શહેર બ્રહ્મદેવ સમાજ દ્વારા દર વર્ષે દુઃખ ભંજન મહાદેવ મંદિર ખાતે પૂનમની રાત્રીએ ઈશ્વર વિવાહનું આયોજન કરી શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે.
દર વર્ષે શરદ પૂર્ણિમા પર યોજવામાં આવે છે ઈશ્વર વિવાહ
દુઃખ ભંજન મહાદેવ મંદિર ખાતે યોજાતા ઈશ્વર વિવાહ જોવા માટે રાતભર લોકો ઉમટી પડતાં હોય છે. આ રાત્રે માત્ર છંદો દ્વારા પુરુષો નગારાના તાલે ગરબી યોજે છે અને આ ગરબીમાં નાત જાતના ભેદભાવ વગર નાના - મોટા સૌ કોઈ ભાગ લેતા હોય છે. આ વર્ષે અહી યોજાતા ઈશ્વર વિવાહમાં કોરોના વેરી બન્યો છે, પરતું વર્ષો જૂની પરંપરા આ વર્ષે પણ જાળવી રાખવામાં આવી છે.
ભગવાન શિવ અને પાર્વતિના ઈશ્વર વિવાહ યોજી પરંપરા યથાવત જાળવી
કોરોનાના કહેર વચ્ચે હાલ અર્વાચીન ગરબીઓ અને મોટા આયોજનો બંધ છે, ત્યારે પરંપરાગત યોજાતા ઈશ્વર વિવાહમાં આ વર્ષે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે શરદ પૂનમની રાત્રે ભગવાન શિવ અને પાર્વતિના ઈશ્વર વિવાહ યોજી પરંપરા યથાવત જાળવી રાખવામાં આવી છે.
ભગવાન કૃષ્ણ યમુનાતટે રમ્યા હતા મહારાસ
આસો સુદ પૂનમના રોજ શરદપૂર્ણિમાનો ઉત્સવ બહુ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. શાસ્ત્રીય ગ્રંથ વ્રતરાજ રહસ્ય નામક ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે લક્ષ્મીજી સ્વયંમ પ્રત્યક્ષ રૂપે આ પૂનમની રાત્રિએ આકાશમાં વિચરણ કરે છે અને શરદઋતુની આ પૂર્ણિમાની રાત્રિએ ભગવાન કૃષ્ણએ વૃંદાવનમાં યમુનાતટે મહારાસ રસ્યા હતા. તે જ રીતે આ પૂર્ણિમાના દિવસે ચંદ્ર સોળેકળાએ ખીલે છે અને ચંદ્રની આ સોળ કળાઓમાંથી અમૃતવર્ષા થાય છે તે સ્વાસ્થ્ય માટે, માનસિક શાંતિ માટે વિશેષ લાભદાયી હોય છે.