- કોરોનાકાળમાં બ્રિલિયન્ટ સ્કૂલનું માનવતાલક્ષી પગલું
- કોરોનાના કારણે વિદ્યાર્થીઓના વાલીઓ આર્થિક સંકડામણમાં મુકાયા છે
- વિના મૂલ્યે આપવામાં આવશે શિક્ષણ
જામનગરઃ હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ આર્થિક સંકડામણમાં મુકાયા છે. ત્યારે જામનગરની બ્રિલિયન્ટ સ્કુલ દ્વારા ધોરણ 1થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી કોઈ વિદ્યાર્થીના વાલીનું કોરોનામાં અવસાન થયું હોય તેમને વિનામૂલ્ય શિક્ષણ બ્રિલિયન્ટ સ્કુલ દ્વારા આપવામાં આવશે.
આ પણ વાંચોઃ રાજ્ય સરકારે કોરોનામાં મૃત્યુ પામેલા માતાપિતાના બાળકો માટે કરી જાહેરાત, 50 જેટલા બાળકોએ કરી સરકારમાં અરજી
શુ બોલ્યા સ્કૂલ ડીરેક્ટર અશોક ભટ્ટ....?
ETV Bharat સાથેની વાતચીતમાં બ્રિલિયન્ટ સ્કુલના ડિરેક્ટર અશોક ભટ્ટે જણાવ્યું હતું કે, કોરોના કાળમાં અનેક લોકોના મોત નિપજ્યા છે, ત્યારે બ્રિલિયન્ટ સ્કુલ દ્વારા એક માનવતાલક્ષી પગલું ભરવામાં આવ્યું છે. કારણ કે, વાલીઓ પણ હાલ આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે, તો જે ઘરમાં કમાનાર મુખ્ય વ્યક્તિનું મોત નીપજ્યું હોય તેમના બાળકોને શિક્ષણ આપવું એ પણ આપણી ફરજ છે.
બાળક પાસેથી કોઇ પણ જાતની ફી લેવામાં નહી આવે
ધોરણ 1થી 12 સુધીમાં અભ્યાસ કરતા કોઈપણ વિદ્યાર્થીના માતા-પિતાનું કોરોનામાં અવસાન થયું હોય, તેમને બ્રિલિયન્સ સ્કૂલ વિનામૂલ્યે શિક્ષણ આપશે. બાળક પાસેથી કોઈપણ જાતની ફી પણ લેવામાં આવશે નહીં.
આ પણ વાંચોઃ અમદાવાદ સ્કૂલ સંચાલક મંડળે કોરોનામાં માતા-પિતા ગુમાવનાર વિદ્યાર્થીઓની 2 વર્ષની ફી માફ કરી
બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપશે બ્રિલિયન્ટ સ્કૂલ
વાલીઓ પણ જણાવી રહ્યા છે કે, બ્રિલિયન્ટ સ્કૂલ દ્વારા જે પ્રકારનું કોરોનાકાળમાં વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને પગલું ભરવામાં આવ્યું છે, તે ઉમદા પગલું છે. જામનગર જિલ્લામાં કોઈ પણ વ્યક્તિનું કોરોનાથી મોત નીપજ્યું છે, તેમના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ બ્રિલિયન્ટ સ્કુલ દ્વારા આપવામાં આવે તેવી જાહેરાત સ્કૂલના ડિરેક્ટર અશોક ભટ્ટે કરી છે.