- શ્રી ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
- અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમં પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત 150 જેટલા નાગરિકોએ રક્તદાન કર્યું
- સાંસદ સી. આર. પાટીલે આપી હાજરી
જામનગર: કોરોના મહામારીમાં રક્તની માગને પહોંચી વળવા શ્રી ભાગ્યલક્ષ્મી ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ સી. આર. પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ વિરમગામ APMCમાં થેલિસિમિયા દર્દીઓ માટે ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
કોરોનાકાળમાં રક્ત એકત્રિત કરવા મેગા કેમ્પ યોજાયો
સી. આર. પાટીલે આ તકે રક્તદાતાઓનું મનોબળ વધાર્યું હતું અને આવા કપરા સમયમાં સમાજને નિઃસ્વાર્થ ભાવે મદદરૂપ થવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે તેમની સાથે રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રાઘવજી પટેલ, મેયર બીનાબહેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, અગ્રણી ભીખુભાઇ દલસાણીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઇ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, પ્રકાશભાઇ બાંભણીયા, મેરામણભાઈ ભાટુ, મહામંત્રી વી. બી. જાડેજા, પૂર્વ શહેર પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, રાજપૂત સમાજના પ્રમુખ પી. એ. જાડેજા વગેરે જોડાયા હતા.
150 યુવકોએ કર્યું રક્તદાન
અત્રે ઉલ્લેખનીય છે કે જન કલ્યાણ હેતુ યોજવામાં આવેલા આ મહા રક્તદાન કેમ્પનું સમગ્ર આયોજન શ્રી ભાગ્ય લક્ષ્મી ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન તથા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું. જેને જામનગરવાસીઓનો બહોળો પ્રતિસાદ સાંપડયો હતો. બપોર સુધીમાં જ 150 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી બ્લડ ડોનેશન કેમ્પમાં પોતાની સામાજિક ફરજો અદા કરી હતી.
આ પણ વાંચોઃ લોહીની અછત ન સર્જાય તે માટે AAPના કાર્યકરો દ્વારા યોજાયો રક્તદાન કેમ્પ