- જામનગરમાં ઉમેદવારનો અનોખો પ્રચાર
- સોશિયલ મીડિયાના માધ્યમથી મત માટે લોકોને કરી રહ્યાં છે અપીલ
- વડાપ્રધાનથી પ્રભાવિત છે ગોપાલ સોરઠીયા
જામનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાના ભાજપના ઉમેવાદ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર કરી રહ્યા છે. કારણ કે, તેમના પગમાં ફ્રેક્ચર થયું છે. આ ઉમેદવાર ફેશબૂક, વોટ્સએપ, ફોન તેમજ વીડિયો કોલિંગના માધ્યમથી પોતાના મતદારોનો સંપર્ક કરી અનોખી રીતે ડિજિટલ અને વર્ચ્યુઅલ રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
અકસ્માતમાં બન્ને પગમાં થયું છે ફ્રેક્ચર
જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ગોપાલ સોરઠીયા લોકોના ઘરે ઘરે જઈ મત માગી શકતા નથી. કારણ કે, તેમના બન્ને પગમાં ફ્રેક્ચર થયું છે. જેથી તેમણે સોશિયલ મીડિયાનો સહારો લઇ પ્રચાર શરૂ કર્યો છે. તેમણે ETV BHARAT સાથેની વાતચીતમાં ગોપાલ સોરઠીયાએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિજિટલ ટેક્નોલોજીથી કોરોના કાળમાં ખૂબ સુંદર કામગીરી કરી છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી તે દેશભરના લોકો સાથે જોડાયેલા રહે છે.