ETV Bharat / city

પાકિસ્તાન-ચીન જેવા દુશ્મન દેશ સાવધાન, ફ્રાન્સથી ભારત આવવા રાફેલે ભરી ઉડાન - રાફેલ વિમાન

પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મનોના હોશ ઉડાવવા ફાઇટર જેટ રાફેલ ભારત આવી રહ્યાં છે, અત્યાધુનિક મિસાઇલ ટેક્નોલોજીથી સજ્જ અને બોમ્બર ફાઇટર જેટ રાફેલે સોમવારે ફ્રાન્સમાંથી ઉડાન ભરી છે. 29 તારીખે તે જામનગર એરફોર્સ સ્ટેશન પર ઉતરશે.

ETV BHARAT
પાકિસ્તાન-ચીન જેવા દુશ્મન દેશ સાવધાન, ફ્રાન્સથી ભારત આવવા રાફેલે ભરી ઉડાન
author img

By

Published : Jul 27, 2020, 3:41 PM IST

જામનગરઃ પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મનોના હોશ ઉડાવવા ફાઇટર જેટ રાફેલ ભારત આવી રહ્યાં છે, અત્યાધુનિક મિસાઇલ ટેક્નોલોજીથી સજ્જ અને બોમ્બર ફાઇટર જેટ રાફેલે સોમવારે ફ્રાન્સમાંથી ઉડાન ભરી છે. 29 તારીખે તે જામનગર એરફોર્સ સ્ટેશન પર ઉતરશે, તે પહેલા રાફેલ વિમાન ફ્રાન્સથી ઉડીને અબુધાબીના અલ ધાફરામાં એરબેઝ પર ઉતરશે. કલાકોની સફળમાં હવામાં તેલ ભરવા માટે 2 વિમાન તેમની સાથે રહેશે. આ યાત્રા દરમિયાન 2 વખત હવામાં તેલ ભરાશે. પહેલા 5 રાફેલ જેટ આવી રહ્યાં છે, જેને ચીન નજીકના સરહદના એરબેઝ પર તૈનાત કરાય તેવી શક્યતા છે.

ફ્રાન્સથી ભારત આવવા રાફેલે ભરી ઉડાન

  • અબુધાબીના એરબેઝ પર બ્રેક લેશે
  • 29 તારીખે તે જામનગર એરફોર્સ સ્ટેશન પર ઉતરશે
  • યાત્રા દરમિયાન 2 વખત હવામાં તેલ ભરાશે
  • ભારતીય એરફોર્સે 12 પાયલટને રાફેલ ચલાવવાની ટ્રેનિંગ આપી છે
  • રાફેલથી ભારતની સંરક્ષણ શક્તિમાં મોટો વધારો થશે
  • રાફેલ દુશ્મનો પર એટેક કરવામાં સક્ષમ છે
  • યાત્રા દરમિયાન રાફેલ 1,000 કિલોમીટર પ્રતિ-કલાકની ઝડપથી ઉડાન ભરશે

ભારતીય એરફોર્સે 12 પાયલટને રાફેલ ચલાવવાની ટ્રેનિંગ આપી છે. દુનિયાના સૌથી ઘાતક રાફેલ જેટ ભારતીય સેનામાં એવા સમયે સામેલ થઇ રહ્યાં છે, જ્યારે ચીન અને પાકિસ્તાન ભારત સામે યુદ્ધના ષડયંત્રો કરી રહ્યાં છે. ફ્રાન્સ સાથે ભારત સરકારે 58 હજાર કરોડ રૂપિયાનો રાફેલનો સોદો કર્યો છે. જેનાથી ભારતની સંરક્ષણ શક્તિમાં મોટો વધારો થશે. પ્રતિ કલાક 1,000 કિ.મી.ની ઝડપથી રાફેલ દુશ્મનો પર એટેક કરવામાં સક્ષમ છે અને દુશ્મનોના જેટ તોડી પાડવા તેમાં મિસાઇલ સિસ્ટમ લાગેલી છે.

પાકિસ્તાન-ચીન જેવા દુશ્મન દેશ સાવધાન, ફ્રાન્સથી ભારત આવવા રાફેલે ભરી ઉડાન

અબુધાબીના એરબેઝ પર બ્રેક લેશે રાફેલ

રાફેલ જેટ ફ્રાન્સના મેરિજનાકથી ભારત ઉડીને આવશે. ભારતીય વાયુસેનાએ તેના માટે પૂરી યોજના તૈયાર કરી લીધી છે. કારણ કે, રસ્તામાં આ ફાઇટર જેટ કેટલાય દેશોની સરહદોને પાર કરીને ગુજરાતના જામનગર પહોંચશે. રાફેલ વિમાન ફ્રાન્સથી ભારત સુધીની સફર પૂરી કરવા દરમિયાન લગભગ 1,000 કિલોમીટર પ્રતિ-કલાકની ઝડપથી ઉડાન ભરશે. જો કે, રાફેલની વધુમાં વધુ ઝડપ 2,222 કિલોમીટર પ્રતિ-કલાકની છે.

આ ભારતીય રાફેલ વિમાન ફ્રાન્સથી ઉડીને અબુધાબીના અલ ધાફરામાં આવેલા એરબેઝ પર ઉતરશે. અંદાજે 10 કલાકની આ યાત્રા દરમિયાન હવામાં તેલ ભરવા માટે 2 વિમાન તેમની સાથે રહેશે. આ વિમાન રાત્રે થોભ્યા બાદ ફરીથી ભારત માટે રવાના થશે. આ યાત્રા દરમિયાન 2 વખત હવામાં તેલ ભરવામાં આવશે. આના માટે પાયલટોને હવામાં તેલ ભરવાની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. ભારતમાં પહોંચ્યા બાદ આ વિમાન જામનગર એરફોર્સ સ્ટેશન પહોંચશે. રાફેલના પહેલાં બેડાને 17 ગોલ્ડન એરો સ્ક્વાડ્રનના પાયલટ ઉડાડશે. તેમની ટ્રેનિંગ પણ ફ્રાન્સમાં પૂર્ણ થઈ છે.

ગ્રીસ, ઓમાન કે તુર્કી પછી ગલ્ફના દેશો પછી રાફેલને ભારતમાં પહેલા જામનગર એરબેજ પર ઉતારવામાં આવશે. અહીં કસ્ટમ સંબંધિત ઔપચારિક્તા પૂર્ણ કર્યા પછી, વિમાન ફરીથી ઉપડશે. જામનગરથી ઉપડી રાફેલ હરિયાણાના અબલા એર બેઝ પર પહોંચશે. જ્યાં રાફેલને એરફોર્સના ગોલ્ડન એર સ્ક્વોડ્રોનમાં સામેલ કરવામાં આવશે. સ્ક્વોડ્રોનના પાઈલટ્સ હાલમાં ફ્રાન્સમાં છે. એક માસ પૂર્વે જ ભારતીય વાયુસેનાના પાયલોટ ફ્રાન્સ પહોંચી ગયા છે. ફ્રાન્સમાં તમામ ટેકનિકલ અને ઊડાનની તાલીમ લઈ આ જ પાયલોટ રાફેલને ફ્રાન્સથી વાયા ગલ્ફ થઈ જામનગર લઈ આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.