- જામનગરને મળી પીએમ તરફથી દિવાળી ભેટ
- આયુર્વેદિક યુનિવર્સિટીને મળ્યો રાષ્ટ્રીય દરજ્જો
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉદ્ધાટન
જામનગર: જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી રાષ્ટ્રીય સંસ્થાનનો દરજ્જો મળી ગયો છે. ધન તેરસના દિવસે આયુર્વેદ દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે. ધન તેરસના દિવસે જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીને મળેલો રાષ્ટ્રીય સંસ્થાનો દરજ્જો ભારત સરકાર તરફથી ગુજરાતની આરોગ્યક્ષેત્રે મળેલી મોટી ભેટ છે. ધન્વંતરી જયંતીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જામનગર સ્થિત ITRA સંસ્થાને રાષ્ટ્રીય સંસ્થાન તરીકે જાહેર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિકિત્સા પદ્ધતિને ભારતનો વારસો ગણાવી સ્પષ્ટપણે કહ્યું કે, આયુર્વેદના સેવનમાં જ માનવ જાતની ભલાઈ છે.
આયુર્વેદના સેવનમાં જ માનવ જાતની ભલાઇ
ધન્વંતરી જયંતીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જામનગર સ્થિત ITRA સંસ્થાને રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે જાહેર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ ચિકિત્સા પદ્ધતિને ભારતનો વારસો ગણાવી સ્પષ્ટપણે કહ્યું કે આયુર્વેદના સેવનમાં જ માનવ જાતની ભલાઇ છે. covid 19ના સમયમાં ભારતમાં પારંપરિક આરોગ્યલક્ષી જ્ઞાન અન્ય દેશોને પણ મદદ કરતા સાબિત થઈ રહ્યું છે. જેના કારણે સમગ્ર વિશ્વમાંથી આયુર્વેદ ચિકિત્સાને સમર્થન સાંપડયું છે. WHO દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર મેડીસીન માટે સમગ્ર દુનિયામાંથી ભારતની પસંદગી કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, ભારત પાસે આરોગ્ય સાથે જોડાયેલી બહુમતી વિરાસત છે. આ જ્ઞાન વધુ શાસ્ત્ર પુસ્તકોમાં જ રહ્યું છે. આ જ્ઞાનને આધુનિકતાના નિયમ મુજબ વિકસિત કરવું અતિ આવશ્યક છે અને તેથી જ 21મી સદીમાં આધુનિક વિજ્ઞાન સાથે આ જ્ઞાનને તરછોડવાનું મહત્વપૂર્ણ કાર્ય હાથ ધર્યું છે.
કોરોના અંકુશમાં લેવા આયુર્વેદનો મોટો ફાળો
આ ઉપચાર માટે તબીબી જગતની તમામ પ્રગતિ પદ્ધતિઓનો સમન્વય થઇ રહ્યો હોવાનું જણાવતાં મોદીએ કહ્યું હતું કે આયુષ મંત્રાલય આજે રાષ્ટ્રીય આરોગ્ય નીતિનું મહત્વનું અંગ સાબિત થઇ રહ્યું છે અને ભારતમાં પૌરાણિક તથા આધુનિક તબીબી જગતનો સમન્વય થઇ રહ્યો છે. દેશમાં કાર્યરત વેલનેસ 12,000 સેન્ટર માત્ર આયુર્વેદ ચિકિત્સા પર આધારિત છે. સમગ્ર ભારતમાં કોરોના અંકુશમાં છે તેમાં આયુર્વેદનો મોટો ફાળો હોવાનું પણ વડાપ્રધાને સ્વીકાર્યું છે.
શિક્ષણ નીતિમાં પણ આયુર્વેદ પદ્ધતિનો વધુ વ્યાપ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે ભારતની નવી શિક્ષણ નીતિમાં પણ આરોગ્ય કિસ્સાઓ આયુર્વેદ પદ્ધતિનો વધુ વ્યાપ થાય તે હેતુથી એલોપથીનો અભ્યાસ કરતાં ચિકિત્સકો માટે પણ આયુર્વેદનું જ્ઞાન અને આયુર્વેદના ચિકિત્સકોને પણ એલોપેથીનું જ્ઞાન આપવામાં આવશે. સસ્તી અને પ્રભાવી સાથે પ્રિવેન્ટિવ હેલ્થ કેર અને વેલનેસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી ભારત વિશ્વ માટે વેલનેસ કેન્દ્ર બનશે. પૂર્ણ આકારમાં ભારતની આયુર્વેદ પદ્ધતિનો વિશ્વભરમાં પ્રભાવ વધ્યો છે.
આયુર્વેદ દવાઓની નિકાસમાં વધારો
આયુર્વેદ દવાઓ નિકાસમાં વધારો થયો છે. આજે અનેક દેશો હળદર આદું જેવી અનેક ઔષધીય ગુણો ધરાવતા મસાલાઓની પણ ભારતમાં સૌથી વધુ પ્રમાણમાં આયાત કરી રહ્યા છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની પ્રતિક્રિયા
તો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે દેવી શક્તિ અને આસુરી શક્તિ દ્વારા સમુદ્રમંથન કર્યું હતું. જેમાંથી લોકોના દુઃખ દૂર કરવા જેવી રીતે ભગવાન ધનવંતરીનું અવતરણ થયું હતું તેવી જ રીતે ધન્વંતરિને આજે ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચ ઇન આયુર્વેદ સંસ્થાન પણ અવતરણ થયું છે. જન સામાન્યની આરોગ્ય સુખાકારી માટે મહત્વપૂર્ણ બની રહેશે જામનગર ખાતે યોજાયેલી ઇન્સ્ટીટયુટ ઓફ રીસર્ચ ઇન આયુર્વેદ સંસ્થાનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કર્યું હતું.
ઉપસ્થિતિ મહાનુભાવો
આ લોકાર્પણમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે કેન્દ્રીય આયુષ મંત્રીશ્રીપાદ નાયક, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્ર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી બન્યા હતા.