- આયુર્વેદિક યુનિ.ને રાષ્ટ્રીય દરરજો મળતા શિક્ષણ અને સંશોધનમાં મળશે વેગ
- કોરોનાકાળમાં આયુર્વેદિક ઉપચારથી અનેક દર્દીઓ થયા સાજા
- આયુર્વેદિક યુનિવર્સિટીમાં આવેલા કોવિડ સેન્ટરમાં એક પણ કોવિડના દર્દીનું મોત નથી થયું
- જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીનો કોરોનાકાળમાં રહ્યો મહત્વનો રોલ
જામનગરઃ એક સમયે કોરોનાની વેક્સિન ન હતી ત્યારે કોવિડના દર્દીઓને સાજા કરવાએ ડૉક્ટર માટે ચેલેન્જ હતી. જો કે, ભારતમાં હજારો વર્ષો પહેલાં ઋષિ-મુનિ તેમ જ આયુર્વેદાચાર્યોએ અનેક અસાધ્ય બીમારીઓ આયુર્વેદના માધ્યમથી કાબૂમાં લીધી હોવાના દાખલા છે. ઉલ્લેખનીય છે કે, જામનગરની આયુર્વેદિક યુનિવર્સિટીમાં કોવિડ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે અને કોરોનાકાળ દરમિયાન આયુર્વેદિક યુનિવર્સિટીમાં એક પણ કોવિડના દર્દીઓનું મોત નીપજ્યું નથી.
આયુર્વેદિક યુનિવર્સિટીમાં 50 વિદેશી વિધાર્થીઓ કરી રહ્યાં છે અભ્યાસ
જામનગરમાં આવેલા કોવિડ સેન્ટરમાં કોરોનાના દર્દીઓને તમામ સારવાર આયુર્વેદિક ઉપચારથી કરવામાં આવી રહી છે. તો આયુર્વેદિક યુનિવર્સિટીમાં રોજ જામનગરવાસીઓ માટે ઉકાળો બનાવવામાં આવે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધન્વંતરી રથના માધ્યમથી ઉકાળો પહોંચાડવામાં આવે છે. આયુર્વેદિક યુનિવર્સિટીમાં હાલ 1000 જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. જેમાં 50 વિદ્યાર્થીઓ વિદેશથી અહીં અભ્યાસ અર્થે આવ્યાં છે. ETV Bharat સાથેની વાતચીતમાં આયુર્વેદિક યુનિવર્સિટીના ડાયરેક્ટર અનુપ ઠાકરે જણાવ્યું કે, યુનિવર્સિટીને રાષ્ટ્રીય કક્ષાનો દરજજો મળતાં હવે શિક્ષણ અને સંશોધનને વેગ મળશે. આ ઉપરાંત દેશ-વિદેશમાં આયુર્વેદિક ઉપચારો લોકોને મળી રહે તે માટે અહીં વિદ્યાર્થીઓ પણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ભારતના આયુર્વેદ અને યોગને આજે વિશ્વભરમાં લોકો અપનાવી રહ્યાં છે અને ભવિષ્યમાં ભારત આયુર્વેદિક શેત્રે અવનવા સંશોધન કરી અને લોકોની સુખાકારીમાં વધારો કરવાની ક્ષમતા ધરાવે છે.