- જામનગરમાં ફિલ્મ માટેનું ઓડિશન યોજાયું
- ફિલ્મ નક્ષત્ર માટે નવોદિત કલાકારોનું ઓડિશન
- કોરોનાકાળમાં ફિલ્મ કલાકારો માટે યોજાયું ઓડિશન
જામનગર : જિલ્લામાં માધવ સ્કવેરમાં હિન્દી ફિલ્મ (Hindi film) નક્ષત્ર માટે નવોદિત કલાકરોના ઓડિશન (Audition) નું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મુંબઈ જેવા શહેરમાં કલાકારો છેલ્લા બે વર્ષથી બેરોજગાર બન્યા છે, ત્યારે નવોદિત કલાકારો (newcomers) ને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે મુંબઈથી નક્ષત્ર ફિલ્મના ડાયરેક્ટર (Director) જામનગર આવ્યા છે. અહીં જુદા જુદા જિલ્લામાંથી આવેલા કલાકારો (Artists) ના ઓડિશન લેવામાં આવ્યા છે.
![જામનગરમાં ફિલ્મ નક્ષત્ર માટે નવોદિત કલાકારોના ઓડિશનનું આયોજન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-03-film-odi-10069-mansukh_04072021170554_0407f_1625398554_141.jpg)
આ પણ વાંચો : મલ્હાર ઠાકરની નવી ગુજરાતી ફિલ્મ ‘સ્વાગતમ’ ઓનલાઈન કરવામાં આવી રિલિઝ
મુંબઈ જેવા શહેરમાં છેલ્લા બે વર્ષથી કલાકારો બન્યાં બેરોજગાર
મીડિયા સાથેની વાતમાં ડાયરેક્ટર (Director) બીજેન્દ્ર સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, મુંબઈમાં કોરોનાના કેસ વધ્યાં છે. અમે લોકો સૌરાષ્ટ્રમાં આવ્યાં છીએ. અહીં પણ યુવક- યુવતીઓમાં ટેલેન્ટ છે અને બેસ્ટ પર્ફોમ કરનારા યુવક-યુવતીઓને ફિલ્મ નક્ષત્રમાં રોલ આપવામાં આવશે.
આ પણ વાંચો : Hrithik Roshan: ‘ક્રિશ’ ફિલ્મને 15 વર્ષ પૂરા થતા હૃતિક રોશનનો ઈશારો, ટૂંક સમયમાં આવી શકે છે Krrish-4
જામનગરમાં યુવકોએ હિન્દી ફિલ્મ માટે આપ્યું ઓડિશન
જામનગરમાં યોજાયેલા ઓડિશન (Audition) માં રાજકોટ, મોરબી, અમદાવાદ સહિત જિલ્લાના યુવકો આવ્યાં છે. એક બાજુ મુંબઈ જેવા મહાનગરમાં કોરોનાએ ભરડો લીધો છે તો બીજી બાજુ જામનગર જેવા શહેરમાં પ્રથમ વખત હિન્દી ફિલ્મ (Hindi Movie) માટે ઓડિશન (Audition) નું આયોજન કરવામાં આવ્યું છે.
હિન્દી ફિલ્મમાં હાલાર પથકના યુવા કલાકાર જોવા મળે તો નવાઈ નહિ
ખાસ કરીને હાલાર પથકના યુવક-યુવતીઓ ફિલ્મમાં રોલ કરે અને નવી ટેલેન્ટ બહાર આવે તેવા શુભ આશય સાથે બે દિવસથી ઓડિશન (Audition) નું આયોજન કરવામાં આવ્યું છે. નવોદિત કલાકારો (newcomers) માં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના યુવક- યુવતીઓ હિન્દી ફિલ્મ (Hindi Movie) માં રોલ કરતા જોવા મળી શકે છે.