જામનગરઃ જિલ્લાના હાપા APMC માર્કેટમાં શુક્રવારના રોજ 9ઃ30 વાગ્યે ઘઉંની હરાજી શરૂ કરવામાં આવી હતી. ઘઉંની હરાજીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં આવ્યા છે. રૂપિયા 375થી 390 સુધી ભાવ હરાજીમાં બોલાયો છે.
જામનગર જિલ્લાના અન્ય માર્કેટિંગ યાર્ડ બંધ હાલતમાં છે, ત્યારે જામનગર હાપા માર્કેટિંગ યાર્ડ શરૂ થતા ખેડૂતોને તમામ જાતિઓના પોષણક્ષમ ભાવ મળી રહ્યા છે. ખેડૂતોની વારંવાર રજૂઆતો ધ્યાને લઇ ધારાસભ્ય રાઘવજી પટેલે મુખ્યપ્રધાનને રજૂઆત કરી હતી.