જામનગરઃ આ નવરાત્રીમાં ડેકોરેટિવ માટીના ગરબાનું બજાર ઘણું જોરમાં છે. આ વર્ષે નવરાત્રિમાં અંબે માતાની આરતી માટે માત્ર 200 લોકોની છૂટ આપવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા જાહેર કરેલા નવરાત્રીની ગાઈડલાઈનથી કલાકારો, અર્વાચીન દાંડિયા સંચાલકો અને દાંડિયા રસિકોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે.
ઓમ ટ્રેનિંગ સેન્ટરના સંચાલકે જણાવ્યું હતું કે, સંસ્થામાં તાલીમ લઈ રહેલા દિવ્યાંગ બાળકોને ગરબા બનાવવાની ખાસ તાલીમ આપવામાં આવી છે. આસ્થાના પ્રતિક સમા માતાજીના ગરબા નવરાત્રિમાં લોકો ઘરમાં પધરાવે છે; ત્યારે સંસ્થામા દિવ્યાંગ બાળકોએ બનાવેલ ગરબા લોકોને નજીવા દરે આપવામા આવે છે અને ગરબા વેચાણથી થતા નફા દ્વારા સંસ્થાના દિવ્યાંગ બાળકોને આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે.