- કોરોનામાં અનેક લોકો પામ્યા મૃત્યુ
- કોરોના મૃતકોના પરિવારજનોની હાલત કફોડી
- સમાજ આવા પરિવારને કરી શકે છે મદદ
- પંચાલ મિલન મંદિર ટ્રસ્ટની જ્ઞાતિજનોને સહાય
અમદાવાદ: પંચાલ મિલન મંદિર (Panchal Milan Temple) દ્વારા પણ કોરોના (Corona) કાળમાં મૃત્યુ પામેલા જરૂરિયાત મંદ જ્ઞાતિજનોના પરિવારને આર્થિક સહાય કરવામાં આવી છે. જેમાં મૃતકના પરિવારને એક દર ત્રણ મહિને 10,000 રૂપિયાનો એક ચેક વર્ષમાં 4 ચેક આપીને 4000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેના પ્રથમ ચેકનું વિતરણ શનિવારે શાહીબાગ ખાતે કરવામાં આવ્યું હતું.
26 જરૂરિયાતમંદ વ્યક્તિઓને ચેક અર્પણ
પંચાલ મિલન મંદિર (Panchal Milan Temple) ના ટ્રસ્ટી ભાઈલાલ પંચાલે જણાવ્યું હતું કે, માધ્યમો દ્વાર 96 જ્ઞાતિબંધુઓ કોરોનામાં મૃત્યુ થયાનું તેમને જાણવા મળ્યું. તેથી જ્ઞાતિ બંધુઓને આર્થિક સહાય કરવા ફોર્મ વહેંચીને અરજીઓ મંગાવવામાં આવી હતી. તેમાંથી 26 અતિ જરૂરિયાત મંદ પરિવારજનોને શોધી નાખવામાં આવ્યા. જે તમામને આજે શનિવારે પહેલા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પરિવારના બાળકો માટે સહાય
ટ્રસ્ટના ચેરમેન (Chairman of the Trust) જશુ પંચાલે જણાવ્યું હતું કે, કોરોનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની સારવાર પાછળ પરિવાર ખર્ચાઓના આર્થિક સંકટમાં મુકાઇ ચૂક્યો છે. અતિ જરૂરિયાતવાળા વ્યક્તિઓના બાળકોના શિક્ષણ અને પોષણ માટેના શુભ હેતુથી આ સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.
મારા માટે રકમ ખૂબ મોટી : લાભાર્થી
લાભાર્થી ફાલ્ગુની પંચાલે જણાવ્યું હતું કે, અન્ય માટે સામાન્ય લાગતી આ રકમ તેમના પરિવારજનોના નિભાવ માટે ખૂબ જ મોટી છે, તે બદલ તે સમાજનો આભાર માને છે.